Bhavnagar News: મહુવામાં કારમાંથી વિદેશી દારૂની 640 બોટલ ઝડપાઈ, એક વ્યક્તિની કરાઈ ધરપકડ


Bhavnagar News
Bhavnagar News: મહુવામાં કારમાંથી વિદેશી દારૂની 640 બોટલ ઝડપાઈ, એક વ્યક્તિની કરાઈ ધરપકડ


Bhavnagar News
Bhavnagar News: મહુવામાં પોલીસ દ્વારા દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની રેડ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 640 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત હેરાફેરીમાં વપરાયેલી કાર અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 7,95,204નો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ, મહુવા વિસ્તારમાં પોલીસની કાર્યવાહી દરમિયાન જીતુ શામજીભાઈ મકવાણા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 640 બોટલ મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂના જથ્થાની કિંમત રૂપિયા 1,63,204 હોવાનું જણાવાયું છે.
મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત
દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી રૂપિયા 6 લાખની વિટારા બ્રેઝા કાર પણ પોલીસે કબજે કરી છે. આ ઉપરાંત આરોપીનો મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આમ, સમગ્ર કાર્યવાહીમાં કુલ રૂ. 7,95,204ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદમાં દારૂની બોટલોમાં દમણ બનાવટની રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટેગ સહિતની બ્રાન્ડનો સમાવેશ થતો હોવાનું નોંધાયું છે. પ્રાથમિક ફરિયાદ મુજબ, આ દારૂ મહુવામાં છૂટક ગ્રાહકોને વેચવા માટે લાવવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે.
દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે મામલે તપાસ શરૂ
આ કેસમાં આરોપી જીતુ મકવાણાના પુત્ર નીખિલ મકવાણાનું નામ પણ ફરિયાદમાં દારૂના વેચાણ સાથે સંકળાયેલા હોવાના ઉલ્લેખ સાથે સામે આવ્યું છે. જોકે, પોલીસની રેડ દરમિયાન તે સ્થળ પર હાજર ન હતો. પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે સહિતની બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Ahmedabad News: દિવાળી પહેલાં રાશનનો જથ્થો મળશે, 820 દુકાનોમાં 31 ઓક્ટોબર સુધી પુરવઠો પહોંચશે





