Diwali Vacation 2026: ગુજરાતની શાળાઓમાં 5 નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર, શિક્ષણ વિભાગે જાહેર કર્યો પરિપત્ર


Diwali Vacation 2026
Diwali Vacation 2026: ગુજરાતની શાળાઓમાં 5 નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર, શિક્ષણ વિભાગે જાહેર કર્યો પરિપત્ર


Diwali Vacation 2026
Diwali Vacation 2026: ગુજરાત રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની શાળાઓમાં 5 નવેમ્બર, 2026થી 25 નવેમ્બર, 2026 સુધી કુલ 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. ત્યારબાદ 26 નવેમ્બર, 2026થી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.
શિક્ષણાધિકારીઓને પરિપત્ર મોકલીને વેકેશનના સમયગાળા અંગે જાણ કરવામાં આવી
પ્રાથમિક શિક્ષણ વિભાગના નાયબ શિક્ષણ નિયામક દ્વારા આ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પરિપત્ર મોકલીને વેકેશનના સમયગાળા અંગે જાણ કરવામાં આવી છે. જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ સમયગાળા દરમિયાન દિવાળી વેકેશન રહેશે. આ ઉપરાંત અધ્યાપન મંદિર, બાલ અધ્યાપન મંદિર અને સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં પણ નિર્ધારિત સમયગાળા દરમિયાન વેકેશન લાગુ રહેશે.
દિવાળી વેકેશનને લઈને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ઉત્સુકતા
દિવાળી વેકેશનને લઈને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. તહેવારો દરમિયાન વિદ્યાર્થીઓને પરિવાર સાથે સમય પસાર કરવાની અને દિવાળીની ઉજવણી કરવાની તક મળશે. વેકેશન પૂર્ણ થયા બાદ તમામ સંબંધિત શૈક્ષણિક સંસ્થાઓમાં 26 નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રની કામગીરી ફરી શરૂ થશે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રના આધારે સંબંધિત શાળાઓ અને સંસ્થાઓએ વેકેશનનું આયોજન કરવાનું રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીઓ અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આ અંગે જરૂરી જાણકારી અને સૂચનાઓ પહોંચાડવામાં આવી છે. આમ, ગુજરાતની શાળાઓમાં દિવાળી વેકેશનનો સમયગાળો 5 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી નક્કી કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ વેકેશન બાદ 26 નવેમ્બરથી શરૂ થનારા બીજા શૈક્ષણિક સત્ર માટે તૈયાર રહેવાનું રહેશે.
આ પણ વાંચો: Gujarat Governmentનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, સહકારી બેન્કો મારફતે ખેડૂતોને 2 ટકા વ્યાજ રાહત માટે રૂપિયા 174.07 કરોડ મંજૂર





