Junagadh Resident Doctor Dies : જૂનાગઢ મેડિકલ કોલેજના 30 વર્ષીય રેસિડેન્ટ તબીબનું મોત, શંકાસ્પદ ડેન્ગ્યુની આશંકાથી મોત થયું હોવાનું અનુમાન


Junagadh Resident Doctor Dies જૂનાગઢના રેસિડેન્ટ તબીબનું મોત થયું
Junagadh Resident Doctor Dies : જૂનાગઢ મેડિકલ કોલેજના 30 વર્ષીય રેસિડેન્ટ તબીબનું મોત, શંકાસ્પદ ડેન્ગ્યુની આશંકાથી મોત થયું હોવાનું અનુમાન


Junagadh Resident Doctor Dies જૂનાગઢના રેસિડેન્ટ તબીબનું મોત થયું
Junagadh Resident Doctor Dies : યુવા તબીબના અચાનક મોતથી મેડિકલ કોલેજ સહિત તબીબી આલમમાં શોકની લાગણી ફેલાઈ છે. મળતી માહિતી મુજબ, સોનાલીબેનને છેલ્લા બે-ત્રણ દિવસથી તાવની ફરિયાદ હતી. 25 તારીખે તેમણે સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવી હતી. તે સમયે સવારે કરવામાં આવેલી તપાસમાં તેમના પ્લેટલેટ્સની સંખ્યા 1 લાખ 97 હજાર હોવાનું જાણવા મળ્યું હતું.
મેલેરિયાનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હોવાનું જણાવાયું છે. જોકે, રાત્રે આશરે 10:30 વાગ્યે ફરી તાવ વધતાં તેમની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમની હાલત ગંભીર બનતાં સારવાર દરમિયાન તેમને તાણ અને આંચકી આવ્યાં હતાં. સ્થિતિ વધુ ગંભીર થતાં તેમને રાજકોટ રિફર કરવામાં આવ્યાં હતાં, પરંતુ રાજકોટ લઈ જતી વખતે રસ્તામાં જ તેમનું મોત થયું હતું.
મૃતદેહને પીએમ માટે ખસેડાયો
આ કેસમાં ડેન્ગ્યુની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવેલા કાર્ડ ટેસ્ટમાં એનએસવન (NS1) રિએક્ટિવ આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, એલાઈઝા ટેસ્ટ કરવામાં આવ્યો ન હોવાથી ડેન્ગ્યુની પુષ્ટિ થઈ નથી.
તેથી હાલ આ કેસને શંકાસ્પદ ડેન્ગ્યુ તરીકે જોવામાં આવી રહ્યો છે. દુર્લભ કિસ્સાઓમાં ડેન્ગ્યુ શોક અથવા એન્સેફેલાઈટીસ જેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ શકે છે તેવી શક્યતા પણ ચર્ચાઈ રહી છે. જોકે, સોનાલીબેનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત તબીબી તપાસ અને વિગતો મહત્ત્વપૂર્ણ રહેશે.
મચ્છરજન્ય રોગને લઈ સાવચેતી જરૂરી છે
સોનાલીબેન સિનિયર રેસિડેન્ટ હોવાથી પોતાની મરજીથી કામ પર આવ્યાં હતાં. તેમના નિધન બાદ આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલાં શરૂ કરવામાં આવ્યા છે. સંબંધિત આરોગ્ય ટીમે ફોગિંગ અને સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. રેસિડેન્ટ ક્વાર્ટરની આસપાસ પણ સઘન તપાસ કરવામાં આવશે. યુવા તબીબના અચાનક નિધનથી મેડિકલ કોલેજના તબીબો અને વિદ્યાર્થીઓમાં શોકનો માહોલ છે. આ ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળાને રોકવા માટે સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.




