Junagadh News: માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની બમ્પર આવક, એક જ દિવસમાં 35,000 કટ્ટાની હરાજી

Junagadh News: જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની બમ્પર આવક નોંધાતા યાર્ડમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે.
Kunjan ShuklaUpdated on: 30 Oct 2026 04:50 PM IST
Junagadh News: માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની બમ્પર આવક, એક જ દિવસમાં 35,000 કટ્ટાની હરાજીJunagadh News: માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની બમ્પર આવક, એક જ દિવસમાં 35,000 કટ્ટાની હરાજી

Junagadh News

Junagadh News: જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની બમ્પર આવક નોંધાતા યાર્ડમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં અંદાજે 35,000 કટ્ટા સોયાબીનની આવક થતાં ખેડૂતો અને વેપારીઓમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોના માલને નુકસાન ન થાય તે માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા એક નવતર નિર્ણય લેવામાં આવ્યો છે.

સોયાબીનની હરાજી કરવાની વ્યવસ્થા કરવામાં આવી

વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ વખત વાહનોમાં જ સોયાબીનની હરાજી કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ ખેડૂતો અને વેપારીઓની જણસીને વરસાદથી સુરક્ષિત રાખવાનો છે. યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાના જણાવ્યા અનુસાર, વાહનોનું વે-બ્રિજ પર વજન કર્યા બાદ વેપારીઓ શેડમાં સોયાબીનનું તોલ કરશે અને ત્યારબાદ ખેડૂતોને તેમની જણસીના નાણાં ચૂકવવામાં આવશે.

જણસીને નુકસાન થવાની શક્યતા ઘટશે

ખાસ વાત એ છે કે હાલ ખુલ્લા બજારમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતાં પ્રતિ મણ 200થી 300 રૂપિયા વધુ ભાવ મળી રહ્યો છે. આ કારણે ખેડૂતો સરકારી ટેકાના ભાવે વેચાણ કરવાને બદલે ખુલ્લા બજારમાં પોતાની જણસી વેચવા માટે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલમાં વરસાદ નહિવત પ્રમાણમાં છે, પરંતુ હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી જરૂરી છે. સાથે જ શિયાળુ વાવેતર અને અન્ય વ્યવહારિક કામો માટે નાણાંની જરૂરિયાત હોવાથી સારા ભાવ મળતા તેઓ સોયાબીનનું વેચાણ કરી રહ્યા છે.

વરસાદની આગાહી વચ્ચે યાર્ડ દ્વારા વાહનોમાં જ હરાજી કરવાની વ્યવસ્થા ઊભી કરવાના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો છે. આ વ્યવસ્થાથી જણસીને નુકસાન થવાની શક્યતા ઘટશે અને ખેડૂતોને સમયસર વેચાણ કરવામાં પણ સરળતા રહેશે.

આ પણ વાંચો: Surat News: રેલવે સ્ટેશન પર હત્યાથી મચી હતી ચકચાર, આરોપીની કરાઈ ધરપકડ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.