Sabarkantha Unseasonal Rain: કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત, ઈડર-હિંમતનગર સહિત વડાલી પંથકમાં માવઠું


Sabarkantha Unseasonal Rain
Sabarkantha Unseasonal Rain: કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત, ઈડર-હિંમતનગર સહિત વડાલી પંથકમાં માવઠું


Sabarkantha Unseasonal Rain
Sabarkantha Unseasonal Rain: સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઈડર, હિંમતનગર અને વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા અને ઝાપટા પડતા ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને તૈયાર પાક અને ખેતરમાં ખુલ્લી પડેલી જણસીને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
અચાનક વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ ઈડર તાલુકાના દરામલી, નેત્રામલી, ઈસરવાડા અને ભદ્રેસર સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. જ્યારે હિંમતનગર તાલુકાના હિંમતપુર, ઉમિયાનગર અને મહાદેવપુરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી છાંટા વરસ્યા હતા. ખાસ કરીને મગફળી સહિતના પાકની લણણી અને ઉતારા બાદ ખેડૂતોની જણસી ખુલ્લામાં પડી હોવાને કારણે વરસાદથી નુકસાન થવાની ચિંતા વધી છે. એક તરફ કાળઝાળ ગરમીનો માહોલ હતો, ત્યાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
કપાસ અને શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ
બીજી તરફ, સાબરકાંઠાના વડાલી પંથકમાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો. રહેડા ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. વડાલી શહેરમાં માત્ર છૂટાછવાયા અમીછાંટણા પડ્યા હતા, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. વરસાદને કારણે ખેતરોમાં ઊભેલા કપાસ અને શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ છે. આ ઉપરાંત પશુઓ માટે ઉગાડવામાં આવેલા ઘાસચારાના પાકને પણ અસર થવાની આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. તૈયાર પાક પર અચાનક માવઠું ત્રાટકતા ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છે. હવે આગામી દિવસોમાં હવામાન કેવો રહે છે અને વરસાદની સ્થિતિ શું રહે છે તેના પર ખેડૂતોની નજર મંડાયેલી છે.
આ પણ વાંચો: Panchmahal News: કાલોલ મામલતદારની કડક કાર્યવાહી, રેતી માફિયાઓના ખબરીને ઝડપી પાડ્યો





