Girnar Lili Parikrama : જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ, ભક્તોની ભીડને પગલે ઇટવા ગેટ વહેલો ખોલાયો


Girnar Lili Parikrama ગીરનારમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો
Girnar Lili Parikrama : જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ, ભક્તોની ભીડને પગલે ઇટવા ગેટ વહેલો ખોલાયો


Girnar Lili Parikrama ગીરનારમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો
Girnar Lili Parikrama : દેવઉઠી અગિયારસના પવિત્ર અવસરે 36 કિલોમીટરના જંગલ વિસ્તારમાં યોજાતી આ પરિક્રમામાં ભાગ લેવા ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં ઉમટી પડ્યા છે.
પરિક્રમાનો વિધિવત પ્રારંભ આજે 20 નવેમ્બરની મોડી રાત્રે થવાનો હતો, પરંતુ નિર્ધારિત સમય કરતાં આશરે 15 કલાક વહેલા જ યાત્રિકોની ભારે ભીડ એકત્ર થઈ જતાં વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાનો પ્રવેશ ગેટ વહેલો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઇટવા ગેટ નજીક શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધતા વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસ દ્વારા યાત્રિકોની સુરક્ષા તથા સુચારુ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ગેટ ખોલી પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગેટ ખુલતાં જ 'જય ગિરનારી'ના નાદ સાથે હજારો ભાવિકો પરિક્રમાના પ્રથમ ચરણ તરફ આગળ વધ્યા હતા. સમગ્ર ભવનાથ વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો.
પ્રકૃતિ અને પરંપરાનું અનોખું સંગમ
ગિરનારની લીલી પરિક્રમા ધાર્મિક આસ્થા, પ્રકૃતિ અને પરંપરાનું અનોખું સંગમ છે. આશરે 36 કિલોમીટરના જંગલ માર્ગ પર યોજાતી આ પરિક્રમામાં શ્રદ્ધાળુઓ ગિરનારની પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવે છે. દર વર્ષે દેવઉઠી અગિયારસના પવિત્ર દિવસોમાં યોજાતી આ પરિક્રમામાં લાખો લોકો ભાગ લે છે. આ વર્ષે પણ ચાર દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરશે તેવી શક્યતા છે. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ યાત્રિકો ગિરનારની આ પવિત્ર યાત્રામાં જોડાવા પહોંચ્યા છે.
ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ
યાત્રિકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત, વન વિભાગના કર્મચારીઓ, મેડિકલ સુવિધાઓ અને ભીડ નિયંત્રણ માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. પરિક્રમાના માર્ગ પર સુરક્ષા અને સુગમતા જળવાઈ રહે તે માટે વિવિધ ટીમો સતત કાર્યરત છે. યાત્રાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને પરિક્રમા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ગિરનારની લીલી પરિક્રમાના પ્રારંભ સાથે જૂનાગઢમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.




