Get News Alerts

Never miss breaking news updates.

Junagadh News : જૂનાગઢના ઉપરકોટમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ, પ્રવાસીઓને મળી મોટી ભેટ

Junagadh News : વર્લ્ડ ટુરિઝમ ડેની પૂર્વ સંધ્યાએ જૂનાગઢના પ્રવાસીઓ માટે મોટી ભેટ મળી છે. જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 27 Sep 2026 10:12 AM IST
Junagadh News : જૂનાગઢના ઉપરકોટમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ, પ્રવાસીઓને મળી મોટી ભેટJunagadh News : જૂનાગઢના ઉપરકોટમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ, પ્રવાસીઓને મળી મોટી ભેટ

Junagadh News

Junagadh News : સોરઠના હજારો વર્ષ જૂના ઈતિહાસને આધુનિક ટેક્નોલોજી સાથે રજૂ કરતો આ શો હવે જૂનાગઢના પ્રવાસન ક્ષેત્રે નવું આકર્ષણ બનવા જઈ રહ્યો છે. ઉપરકોટ ખાતે શરૂ કરાયેલા આ લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં સોરઠ પ્રદેશના આશરે 2500 વર્ષ જૂના ઈતિહાસને ડોક્યુમેન્ટ્રી અને ભવ્ય દૃશ્યો દ્વારા રજૂ કરવામાં આવે છે.

લાઈટ એન્ડ સાઉન્ડ શો અગાઉ સાતમ-આઠમના તહેવાર પહેલા શરૂ કરવાનો આયોજન હતો

શૌર્ય, સંસ્કૃતિ અને ઐતિહાસિક ઘટનાઓને પ્રકાશ અને અવાજના સંયોજન સાથે રજૂ કરવામાં આવતા દર્શકોને ઈતિહાસને એક અલગ જ અંદાજમાં અનુભવવાની તક મળશે. પ્રવાસીઓને આ નવા આકર્ષણનો લાભ મળી રહે તે માટે શરૂઆતના પ્રથમ બે અઠવાડિયા માટે ટિકિટનો દર માત્ર ₹50 રાખવામાં આવ્યો છે. ત્યારબાદ લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળવા માટે ₹177ની ટિકિટ રાખવામાં આવશે. એટલે શરૂઆતના દિવસોમાં પ્રવાસીઓ માટે આ ઐતિહાસિક અનુભવ ખાસ આકર્ષણ બની શકે છે.

આ લાઈટ એન્ડ સાઉન્ડ શો અગાઉ સાતમ-આઠમના તહેવાર પહેલા શરૂ કરવાનો આયોજન હતો. જોકે, તે સમયે દીપડાના દેહાંતને કારણે શો શરૂ થઈ શક્યો નહોતો. હવે જરૂરી પ્રક્રિયા અને તૈયારીઓ પૂર્ણ થયા બાદ શોનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કાલથી પ્રવાસીઓ આ શો નિહાળી શકશે.

આ પ્રોજેક્ટને તૈયાર કરવામાં આશરે ચાર વર્ષની મહેનત લાગી છે

ઉપરકોટના ઈતિહાસને લોકો સુધી વધુ રસપ્રદ અને દૃશ્યાત્મક રીતે પહોંચાડવા માટે આ શો તૈયાર કરવામાં આવ્યો છે. સમગ્ર પ્રોજેક્ટમાં ઐતિહાસિક સંદર્ભોને રજૂ કરવામાં ઇતિહાસકાર પ્રદ્યુમન ખાચરના યોગદાન બદલ ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. લાઈટ એન્ડ સાઉન્ડ શોના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય સંજય કોરડીયા, મેયર ધર્મેશ પોશીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે 28 સપ્ટેમ્બરે નવ નિર્મિત ઉપરકોટની ત્રીજી વર્ષગાંઠ પણ છે. આ પ્રસંગે ઉપરકોટ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે. આ નવા લાઈટ એન્ડ સાઉન્ડ શોથી જૂનાગઢના ઐતિહાસિક વારસાને વધુ આકર્ષક રીતે રજૂ કરવાની સાથે પ્રવાસીઓને એક નવો અનુભવ મળશે. વર્લ્ડ ટુરિઝમ ડેની પૂર્વ સંધ્યાએ શરૂ થયેલો આ શો જૂનાગઢના પ્રવાસન ક્ષેત્રે વધુ એક આકર્ષણ ઉમેરશે.

આ પણ વાંચો : Surat News : સુરત રેલવે સ્ટેશન પર ₹1.94 લાખનો ગાંજો ઝડપાયો, એક આરોપીની ધરપકડ કરી પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે