Diuના ઘોઘલામાં ગણેશ વિસર્જન સમયે હિટ એન્ડ રન, બાળકો સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત



Diu Ghoghla Ganesh Visarjan Hit and Run
Diuના ઘોઘલામાં ગણેશ વિસર્જન સમયે હિટ એન્ડ રન, બાળકો સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત



Diu Ghoghla Ganesh Visarjan Hit and Run
Diu Ghoghla Ganesh Visarjan Hit and Run: કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે ગણેશ વિસર્જન દરમિયાન હિટ એન્ડ રનની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. ગણેશ વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, તે દરમિયાન એક પૂરઝડપે કાર જનમેદનીમાં ઘૂસી ગઈ હતી. પૂરઝડપે આવેલી બેકાબૂ કારે ગણેશ વિસર્જન માટે એકત્ર થયેલા બાળકો સહિત અનેક લોકોને અડફેટે લીધા હતા, જેના પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક સારવાર બાદ કેટલાક ઈજાગ્રસ્તોને દીવથી વધુ સારવાર માટે ઉના રીફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં દીવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બેકાબૂ કારના ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો દીવ પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયા હતા. સમગ્ર મામલે પોલીસે અકસ્માતના કારણો સહિતની વિગતો મેળવવા તપાસ શરૂ કરી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





