Visavadar Police Liquor Seized : જૂનાગઢમાં આરોપીએ ટ્રકના તળિયે બનાવ્યું ખાસ ગુપ્ત ચોરખાનું, પોલીસ તપાસમાં દારૂનો જથ્થો ઝડપાયો

Visavadar Police Liquor Seized : જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા કોટડા ગામ નજીક જૂનાગઢ રેન્જ પોલીસની ટીમે મોટી કાર્યવાહી કરીને અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
Vivek Shah
Vivek Shah
Visavadar Police Liquor Seized ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોVisavadar Police Liquor Seized ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Visavadar Police Liquor Seized ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Visavadar Police Liquor Seized : બાતમીના આધારે ટાટા ટોરસ ટ્રકને રોકીને તપાસ કરવામાં આવતાં ટ્રકના તળિયે ખાસ રીતે બનાવવામાં આવેલા ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી.

મળતી માહિતી મુજબ, જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ દેશી-વિદેશી દારૂ અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા માટે કડક સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના અનુસંધાને જૂનાગઢ રેન્જ પોલીસ દ્વારા દારૂની હેરાફેરી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પેટ્રોલિંગ દરમિયાન દારૂ ઝડપી પાડયો

જૂનાગઢ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. રાણાના માર્ગદર્શન હેઠળ PSI બી.ડી. માવદિયા અને પોલીસ સ્ટાફ વિસાવદર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક ટાટા ટોરસ ટ્રકમાં ઠાઠાના ભાગે અંગ્રેજી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ ટ્રક બગસરા તરફથી આવીને બિલખા પસાર તરફના રોડ પરથી આગળ વધવાની હોવાની માહિતી મળી હતી.

બાતમીના આધારે પોલીસે ટ્રકને રોકીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકના ઠાઠાના મૂળ તળિયાની ઉપર લોખંડ અને લાકડાની પ્લેટો સ્ક્રૂ, નટ-બોલ્ટ તથા વેલ્ડિંગની મદદથી ફિટ કરીને ખાસ પ્રકારનું ગુપ્ત ચોરખાનું બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ ગુપ્ત ખાનામાં ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની અંગ્રેજી દારૂની બોટલો છુપાવવામાં આવી હતી.

ગુપ્ત ખાનું બનાવી દારૂ સંતાડયો હતો

ટ્રકમાં આ રીતે ગુપ્ત જગ્યા બનાવીને દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. જોકે, ટ્રક ચાલક અને દારૂનો જથ્થો મંગાવનાર વ્યક્તિ સ્થળ પર હાજર મળી આવ્યા નહોતા. આ મામલે વિસાવદર પોલીસે ટ્રક ચાલક, જથ્થો મંગાવનાર વ્યક્તિ, વાપી ટોલનાકા પાસે ટ્રકના ઠાઠામાં દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્સ તેમજ તપાસમાં સામે આવનાર અન્ય સંડોવાયેલા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ પોલીસ દ્વારા દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના સુધી પહોંચાડવાનો હતો અને આ હેરાફેરીમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. ગુપ્ત ચોરખાનામાં દારૂ છુપાવવાની આ તરકીબને કારણે પોલીસની આ કાર્યવાહી ચર્ચામાં આવી છે.

આ પણ વાંચો : Bardoli Family Murder Case : બારડોલી હત્યાકાંડમાં વધુ એક મૃતદેહ મળ્યો, સરભણની નહેરમાંથી 3 વર્ષના પ્રથમેશનો મૃતદેહ મળ્યો