Get News Alerts

Never miss breaking news updates.

Junagadh : નવરાત્રી પહેલા મુખ્ય બજારમાં બન્યો છેડતીનો ગંભીર બનાવ, આરોપી ઈબ્રાહિમ સીડાની કરાઈ ધરપકડ

Junagadh : જૂનાગઢ શહેરમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મુખ્ય બજારમાં મહિલાની છેડતીનો ગંભીર બનાવ સામે આવ્યો છે.
Kunjan ShuklaUpdated on: 30 Sep 2026 07:01 PM IST
Junagadh : નવરાત્રી પહેલા મુખ્ય બજારમાં બન્યો છેડતીનો ગંભીર બનાવ, આરોપી ઈબ્રાહિમ સીડાની કરાઈ ધરપકડJunagadh : નવરાત્રી પહેલા મુખ્ય બજારમાં બન્યો છેડતીનો ગંભીર બનાવ, આરોપી ઈબ્રાહિમ સીડાની કરાઈ ધરપકડ

Junagadh

Junagadh : જૂનાગઢ શહેરમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મુખ્ય બજારમાં મહિલાની છેડતીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. શહેરના માંગનાથ રોડ પર આવેલી 'દુલ્હન' નામની દુકાનમાં પરિવાર સાથે ખરીદી કરવા આવેલી મહિલા સાથે છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે મહિલાના પરિવારજનોમાં રોષ ફેલાયો હતો.

પરિવારજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો

મળતી માહિતી મુજબ, ગત રોજ એક પરિવાર માંગનાથ રોડ પર આવેલી દુકાનમાં ખરીદી કરવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન દુકાનમાં કામ કરતા ઈબ્રાહિમ સીડા નામના વ્યક્તિએ મહિલા સાથે છેડતી કરી હોવાનો આક્ષેપ છે. બનાવ બાદ મહિલા અને તેના પરિવારજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મારામારી થઈ હોવાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ એકત્ર કરાયા

ઘટના બાદ પીડિત મહિલા પોતાના પરિવાર સાથે જૂનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી હતી. મહિલાએ સમગ્ર ઘટનાને લઈને પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મહિલાની છેડતીના આક્ષેપમાં વસીમ ઈબ્રાહિમ સીડા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ બાદ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે અને ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ કરવામાં આવી રહી છે.

નાગરિકોની સુરક્ષા માટે બજારોમાં પોલીસની હાજરી વધારવાની માગ

નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો નજીક આવી રહ્યા હોવાથી બજારોમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આવી સ્થિતિમાં મહિલાઓ અને અન્ય નાગરિકોની સુરક્ષા માટે બજારોમાં પોલીસની હાજરી અને પેટ્રોલિંગ વધારવાની માગ ઉઠી રહી છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાની વધુ વિગતો સામે આવી શકે છે.

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના શાસ્ત્રોક્ત વિધિથી કર્યા વધામણાં, ગુજરાતમાં ખુશીની લહેર

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.