Jamnagar VidyaSahayak Recruitment : જામનગરમાં વિદ્યાસહાયક ભરતી-2026નો કેમ્પ યોજાયો, ધોરણ 1થી 5 માટે 325 ઉમેદવારોને શાળાઓની ફાળવણી કરાઈ

Jamnagar VidyaSahayak Recruitment : જામનગરમાં વિદ્યાસહાયક ભરતી-2026 અંતર્ગત ભરતી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
Vivek Shah
Vivek Shah
Jamnagar VidyaSahayak Recruitment જામનગરમાં વિદ્યાસહાયક ભરતી-2026નો કેમ્પ યોજાયોJamnagar VidyaSahayak Recruitment જામનગરમાં વિદ્યાસહાયક ભરતી-2026નો કેમ્પ યોજાયો

Jamnagar VidyaSahayak Recruitment જામનગરમાં વિદ્યાસહાયક ભરતી-2026નો કેમ્પ યોજાયો

Jamnagar VidyaSahayak Recruitment : શહેરની નેશનલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં ધોરણ 1થી 5 માટે આશરે 325 ઉમેદવારોને શાળાઓની ફાળવણી કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોને શાળાઓની પસંદગી કરવાની સુવિધા મળી રહે તે માટે ઓનલાઈન પોર્ટલની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પોર્ટલના માધ્યમથી ઉમેદવારો ઉપલબ્ધ શાળાઓની પસંદગી કરી શકે છે. સાથે જ કઈ શાળામાં કેટલી જગ્યાઓ ખાલી છે તેની લાઈવ વિગતો પણ જોઈ શકે છે. આ વ્યવસ્થાથી ઉમેદવારોને શાળાઓની ઉપલબ્ધ જગ્યાઓ અંગે માહિતી મેળવવામાં સરળતા રહે છે અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

નેશનલ હાઈસ્કૂલ ખાતે વિદ્યાસહાયક ભરતી કેમ્પ

કેમ્પ દરમિયાન ઉમેદવારોના જરૂરી દસ્તાવેજોની ચકાસણી માટે પણ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉમેદવારો એકસાથે ઉપસ્થિત ન થાય અને પ્રક્રિયા સરળતાથી આગળ વધે તે માટે 50-50 ઉમેદવારોના સ્લોટ પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. નેશનલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં ભરતી પ્રક્રિયાના વિવિધ તબક્કાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉમેદવારોને શાળાઓની પસંદગી, ઉપલબ્ધ જગ્યાઓની માહિતી અને દસ્તાવેજોની ચકાસણી જેવી પ્રક્રિયાઓ માટે જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

પારદર્શક ભરતી માટે ઓનલાઈન પોર્ટલ

આ અંગે જામનગરના જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ ભરતી પ્રક્રિયા અંગે વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ધોરણ 1થી 5 માટે આશરે 325 ઉમેદવારોની ફાળવણી કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયાને પારદર્શક બનાવવા ઓનલાઈન પોર્ટલ દ્વારા શાળાઓની પસંદગી અને ખાલી જગ્યાઓની લાઈવ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિદ્યાસહાયક ભરતી-2026નો આ કેમ્પ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શિક્ષક તરીકે જોડાવા ઇચ્છતા ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ તબક્કો છે.

આ પણ વાંચો : Gujarat BJP : વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપનું સેવાદૂત અભિયાન, 182 બેઠકો પર બે-બે સેવાદૂતની નિમણૂંક કરાઈ