Get News Alerts

Never miss breaking news updates.

Jamnagar News : જામનગરમાં પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની બેઠક, પાણી-સિંચાઈ સહિતના મુદ્દે અધિકારીઓને સૂચના અપાઈ

Jamnagar News : રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
Vivek Shah
Vivek ShahUpdated on: 08 Oct 2026 12:16 PM IST
Jamnagar News : જામનગરમાં પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની બેઠક, પાણી-સિંચાઈ સહિતના મુદ્દે અધિકારીઓને સૂચના અપાઈJamnagar News : જામનગરમાં પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની બેઠક, પાણી-સિંચાઈ સહિતના મુદ્દે અધિકારીઓને સૂચના અપાઈ

Jamnagar Administration Gets Action Directives

Jamnagar News : બેઠક દરમિયાન પીવાના પાણી, સિંચાઈ, વીજળી પુરવઠો, ઘાસ વિતરણ સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

બેઠકમાં પાણી પુરવઠા વિભાગ, સિંચાઈ વિભાગ, પીજીવીસીએલ, વન વિભાગ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા તેમના વિભાગની કામગીરી, વિવિધ યોજનાઓની પ્રગતિ, વરસાદની સ્થિતિ તેમજ વર્તમાન પરિસ્થિતિ અંગે પ્રેઝન્ટેશન મારફતે મંત્રીને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

પ્રભારી મંત્રીએ અધિકારીઓ પાસેથી મેળવી વિગતો

આ દરમિયાન ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોને લગતા પ્રશ્નો અને પ્રજાલક્ષી રજૂઆતો પ્રભારી મંત્રી સમક્ષ રજૂ કરી હતી. મંત્રીશ્રીએ રજૂઆતોને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી અને યોગ્ય દિશામાં કાર્યવાહી કરવા સૂચના આપી હતી. બેઠકમાં પ્રભારી મંત્રીએ ખાસ કરીને પીવાના પાણીની વ્યવસ્થા અને પાણીના યોગ્ય વિતરણ પર ભાર મૂક્યો હતો.

જ્યાં પાણીની જરૂરિયાત હોય ત્યાં તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. સાથે જ સિંચાઈ માટે જરૂરી પાણીની ઉપલબ્ધતા અને તેના યોગ્ય આયોજન અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોને સમયસર અને સુચારુ વીજળી પુરવઠો મળી રહે તે માટે પીજીવીસીએલ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું હતું. ખેડૂતોને સિંચાઈ અને ખેતી સંબંધિત કામગીરીમાં વીજળીના કારણે મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થિત સંકલન જાળવવા પણ સૂચના આપવામાં આવી હતી.

વિભાગો વચ્ચે સંકલન માટે મંત્રીની સૂચના

આ ઉપરાંત જિલ્લામાં ઘાસ વિતરણની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અંગે પણ મંત્રીશ્રીએ અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. નાગરિકો અને ખેડૂતોને આવશ્યક સેવાઓ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ વિભાગો વચ્ચે સંકલન સાથે પ્રાથમિકતાના ધોરણે કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ પણ પ્રભારી મંત્રી દ્વારા આપવામાં આવેલા સૂચનોને ધ્યાને લઈ સંબંધિત વિભાગોના અધિકારીઓને તે મુજબ કામગીરી કરવા સૂચના આપી હતી.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને મેઘજીભાઈ ચાવડા, કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ જામનગર જિલ્લામાં નાગરિકો અને ખેડૂતોને પાણી, વીજળી, સિંચાઈ તથા અન્ય આવશ્યક સેવાઓ સમયસર અને અસરકારક રીતે મળી રહે તે સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો.

આ પણ વાંચો : Arvalli News : મેઘરજમાં વહેલી સવારે ધોબીની દુકાનમાં આગ લાગતા કપડાં બળીને ખાખ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે