Get News Alerts

Never miss breaking news updates.

Jamnagar ના શ્રાવણી મેળામાં FSOનું સરપ્રાઈઝ ચેકિંગ, વાસી ખાદ્યસામગ્રી ઝડપાતા સ્થળ પર નાશ કરાયો

Jamnagar મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળામાં ખાણીપીણીના સ્ટોલ પર આરોગ્ય વિભાગની FSO ટીમે વહેલી સવારે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
Vivek Shah
Vivek ShahUpdated on: 04 Sep 2026 09:28 AM IST
Jamnagar ના શ્રાવણી મેળામાં FSOનું સરપ્રાઈઝ ચેકિંગ, વાસી ખાદ્યસામગ્રી ઝડપાતા સ્થળ પર નાશ કરાયોJamnagar ના શ્રાવણી મેળામાં FSOનું સરપ્રાઈઝ ચેકિંગ, વાસી ખાદ્યસામગ્રી ઝડપાતા સ્થળ પર નાશ કરાયો

Jamnagar fso food department

Jamnagar : સવારે 6 વાગ્યાથી શરૂ કરવામાં આવેલા આ ચેકિંગ દરમિયાન વિવિધ ફૂડ સ્ટોલ પર ખાદ્યસામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતાની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોટી માત્રામાં વાસી અને અખાદ્ય ખાદ્યસામગ્રી મળી આવતા આરોગ્ય વિભાગે તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

FSO ટીમની તપાસ દરમિયાન 40 કિલો સ્ટીમ ઢોકળા, 200 નંગ પાંવ, 2 કિલો દહીં અને 10 કિલો વાસી ચટણી સહિતની ખાદ્યસામગ્રી મળી આવી હતી. મેળામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી વાસી ખોરાકના વેચાણથી લોકોના આરોગ્ય પર જોખમ ઊભું ન થાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

મેળામાં આરોગ્ય સાથે ચેડાં નહીં ચાલે

ચેકિંગ દરમિયાન વારંવાર ગરમ કરવામાં આવેલું વપરાયેલું ખાદ્યતેલ પણ મળી આવ્યું હતું. સતત ગરમ કરવામાં આવેલા તેલના ઉપયોગ અંગે આરોગ્ય વિભાગ દ્વારા સ્ટોલ સંચાલકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તપાસમાં આરોગ્ય માટે અયોગ્ય અને અખાદ્ય જણાયેલી ખાદ્યસામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

FSO ટીમે શ્રાવણી મેળામાં આવેલા તમામ ફૂડ સ્ટોલનું નિરીક્ષણ કરી ખાદ્યસામગ્રી યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે છે કે નહીં, સ્વચ્છતાના નિયમોનું પાલન થાય છે કે નહીં અને ગ્રાહકોને તાજું તથા હાઇજિનિક ફૂડ આપવામાં આવે છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગે સ્ટોલ સંચાલકોને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈપણ પ્રકારની વાસી ખાદ્યસામગ્રીનું વેચાણ કરવામાં ન આવે. ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવા તેમજ ફૂડ સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવા પણ તાકીદ કરવામાં આવી છે.

સ્ટોલ સંચાલકોને FSOની કડક તાકીદ

મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ખાણીપીણીની વસ્તુઓનો ઉપયોગ કરતા હોવાથી ફૂડ સેફ્ટી અને હાઇજિનનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને FSO ટીમ દ્વારા વહેલી સવારે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના ફૂડ અધિકારી એન.પી. જાસોલીયાએ જણાવ્યું હતું કે લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ચલાવી લેવામાં આવશે નહીં.

નિયમોનું ઉલ્લંઘન કરનાર સ્ટોલ સંચાલકો સામે આગામી સમયમાં પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી બાદ શ્રાવણી મેળામાં ખાણીપીણીના સ્ટોલ સંચાલકોમાં પણ સતર્કતા જોવા મળી રહી છે. તંત્રની આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ મેળામાં આવતા લોકોને સ્વચ્છ, તાજું અને હાઇજિનિક ભોજન મળી રહે અને વાસી કે અખાદ્ય ખોરાકના વેચાણને અટકાવવાનો છે.

આ પણ વાંચો : Surat ગ્રામ્યના પલસાણામાં દુઃખદ ઘટના, મંદિરમાં વકીલ અચાનક ઢળી પડતા નિપજયું મોત

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.