Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં 24 ઓક્ટોબરથી ઈન્ટરનેશનલ બુક ફેર, 300 સ્ટોલમાં 10 લાખથી વધુ પુસ્તકો

Ahmedabad International Book Fair: અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈન્ટરનેશનલ બુક ફેરનું આયોજન કરવામાં આવશે. પાલડી ખાતે મેયરની હાજરીમાં બુક ફેરનો કર્ટન રેઇઝર કાર્યક્રમ યોજાયો હતો. આ બુક...
R Gajjar
R GajjarUpdated on: 08 Sep 2026 06:01 PM IST
અમદાવાદમાં 24 ઓક્ટોબરથી ઈન્ટરનેશનલ બુક ફેર, 300 સ્ટોલમાં 10 લાખથી વધુ પુસ્તકોઅમદાવાદમાં 24 ઓક્ટોબરથી ઈન્ટરનેશનલ બુક ફેર, 300 સ્ટોલમાં 10 લાખથી વધુ પુસ્તકો

Ahmedabad International Book Fair

Ahmedabad International Book Fair: અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈન્ટરનેશનલ બુક ફેરનું આયોજન કરવામાં આવશે. પાલડી ખાતે મેયરની હાજરીમાં બુક ફેરનો કર્ટન રેઇઝર કાર્યક્રમ યોજાયો હતો. આ બુક ફેરનું આયોજન 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવશે.

300 સ્ટોલમાં 10 લાખથી વધુ પુસ્તકો

બુક ફેરમાં પુસ્તકપ્રેમીઓ માટે 300 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવશે, જેમાં 10 લાખથી વધુ પુસ્તકો જોવા મળશે. વિવિધ વિષયોના પુસ્તકો એક જ સ્થળે ઉપલબ્ધ થવાથી વાંચનપ્રેમીઓને વિશાળ પસંદગી મળશે.

વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝન માટે ખાસ કાર્યક્રમો

બુક ફેર દરમિયાન વિદ્યાર્થીઓ, પુસ્તક વાચકો અને સિનિયર સિટીઝન માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ એક્ટિવિટી પણ યોજાશે, જેથી બાળકોમાં વાંચન પ્રત્યે રસ વધે.

મોબાઈલના યુગમાં વાંચનને પ્રોત્સાહન

મોબાઈલ અને ડિજિટલ માધ્યમોના વધતા ઉપયોગ વચ્ચે લોકો પુસ્તકો પણ વાંચે અને વાંચનની ટેવ જળવાઈ રહે તેવો પ્રયાસ બુક ફેરના આયોજન પાછળ કરવામાં આવી રહ્યો છે. સ્કૂલ બોર્ડના જે બાળકોએ વેકેશન દરમિયાન પુસ્તકો વાંચ્યા હતા, તેમને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વર્ષ 2012થી સતત આયોજન

અમદાવાદમાં વર્ષ 2012થી આ બુક ફેરનું અવિરત આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ રિવરફ્રન્ટ ખાતે યોજાનારા બુક ફેરમાં મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ અને વિદ્યાર્થીઓ જોડાય તેવી અપેક્ષા છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]