Jamnagar News: હેરોઈનના જથ્થા સાથે પંજાબના બે શખ્સો ઝડપાયા, રૂપિયા 2.15 લાખનો મુદ્દામાલ જપ્ત

Jamnagar News: શહેરના સુમેર ક્લબ રોડ પર આવેલી હોટલ સુમુખમાં દરોડો પાડીને પંજાબના બે શખ્સોને હેરોઈનના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
Kunjan Shukal
Kunjan Shukal
Jamnagar NewsJamnagar News

Jamnagar News

Jamnagar News: જામનગર શહેરમાં નશીલા પદાર્થોના કારોબાર સામે SOGએ મોટી કાર્યવાહી કરી છે. શહેરના સુમેર ક્લબ રોડ પર આવેલી હોટલ સુમુખમાં દરોડો પાડીને પંજાબના બે શખ્સોને હેરોઈનના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા બંને આરોપીઓ પાસેથી 9.61 ગ્રામ હેરોઈન કબજે કરવામાં આવ્યું છે, જેની કિંમત રૂપિયા 1,92,200 આંકવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂપિયા 2,15,920નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

9.61 ગ્રામ હેરોઈન મળી આવ્યું

મળતી માહિતી મુજબ, SOGને બાતમી મળી હતી કે હોટલ સુમુખના રૂમ નંબર 108માં બે શખ્સો નશીલા પદાર્થ સાથે રોકાયેલા છે. બાતમીના આધારે પોલીસ ટીમે હોટલમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પંજાબના લવપ્રીતસિંઘ ગુલઝારસિંઘ અને હરપ્રીતસિંઘ ગુલઝારસિંઘ પાસેથી 9.61 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. SOG પોલીસ ઈન્સ્પેક્ટર વી.જે. રાઠોડ અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર એલ.એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. SOGના પોલીસ કોન્સ્ટેબલ બળભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને મયુરરાજસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસે બંને આરોપીઓની પૂછપરછ સહિત વધુ તપાસ હાથ ધરી

પોલીસે હેરોઈન ઉપરાંત બે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 2,15,920નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે જામનગરના સીટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(C), 21(B) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે બંને આરોપીઓની પૂછપરછ સહિત વધુ તપાસ હાથ ધરી છે. 'No Drugs In Jamnagar' અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોના નેટવર્ક સુધી પહોંચવા પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Banaskantha Road Accident: દાંતા પાસે બ્રેક ફેલ થતાં પીકઅપ ડાલું પલટ્યું, એકનું મોત, 12થી વધુ મુસાફર ઘાયલ