Jamnagar News: બાકી વેરા મુદ્દે મનપાનું કડક એક્શન, રૂપિયા 5.87 લાખના વેરા માટે ત્રણ મિલકતો સીલ


જામનગરમાં બાકી મિલકત વેરાની વસૂલાત માટે મનપાનું કડક એક્શન
Jamnagar News: બાકી વેરા મુદ્દે મનપાનું કડક એક્શન, રૂપિયા 5.87 લાખના વેરા માટે ત્રણ મિલકતો સીલ


જામનગરમાં બાકી મિલકત વેરાની વસૂલાત માટે મનપાનું કડક એક્શન
Jamnagar News: જામનગર શહેરમાં બાકી મિલકત વેરાની વસૂલાત માટે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી મિલકત વેરો નહીં ભરનાર મિલકતધારકો સામે કાર્યવાહી કરતા મનપાની ટીમે ત્રણ મિલકતોને સીલ કરી છે. આ ત્રણેય મિલકતોનો કુલ રૂપિયા 5,87,811નો મિલકત વેરો બાકી હોવાનું સામે આવ્યું છે.
શહેરમાં ચેકિંગ અને સીલિંગની કામગીરી કરવામાં આવી
મળતી માહિતી મુજબ, જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત માટે શહેરમાં ચેકિંગ અને સીલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ત્રણ મિલકતધારકો દ્વારા લાંબા સમયથી વેરો ભરવામાં આવ્યો ન હોવાથી તેમની મિલકતો સીલ કરવામાં આવી હતી. મનપાની વિગતો અનુસાર, સુમિતાબેન રમેશભાઈ ભરાડિયા પાસેથી રૂપિયા 1,71,915નો મિલકત વેરો બાકી છે. જ્યારે નવાઝ શિપિંગ ભાગીદારી પેઢીનો રૂપિયા 1,41,745નો વેરો ભરવાનો બાકી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ગુમાનસિંહ લખુભા જેઠવા પાસેથી રૂપિયા 2,74,151નો મિલકત વેરો વસૂલવાનો બાકી છે.
મિલકત વેરો નહીં ભરનાર મિલકતધારકોમાં ફફડાટ ફેલાયો
આમ, ત્રણેય મિલકતોનો કુલ બાકી વેરો રૂપિયા 5,87,811 થવા જાય છે. મનપાની ટીમે વેરાની વસૂલાત માટે ત્રણેય મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરી હતી. મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાતને લઈને કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. સમયસર મિલકત વેરો નહીં ભરનાર મિલકતધારકો સામે ચેકિંગ અને સીલિંગ સહિતની કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે તેવો સંકેત મનપા દ્વારા આપવામાં આવ્યો છે. મનપાની આ કાર્યવાહીથી લાંબા સમયથી મિલકત વેરો નહીં ભરનાર મિલકતધારકોમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ, શહેરના બાકી વેરાની વસૂલાત વધારવા માટે તંત્ર દ્વારા આવી કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Himmatnagar News: હિંમતનગરમાં રૂપિયા 23 કરોડના નવા બ્રિજનું લોકાર્પણ, અનેક વિસ્તારોને મળશે ટ્રાફિકથી રાહત




