Jamnagar : થાર કારથી i20ને ટક્કર મારી હત્યાનો આરોપ, એક વ્યક્તિનું થયું મોત


Jamnagar
Jamnagar : થાર કારથી i20ને ટક્કર મારી હત્યાનો આરોપ, એક વ્યક્તિનું થયું મોત


Jamnagar
Jamnagar : જામનગરમાં જૂની અદાવતના કારણે જીવલેણ ટક્કર મારી હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના નૂરી ચોકડી નજીક થાર કારથી i20 કારને ટક્કર મારવામાં આવતાં કારમાં સવાર અફઝલ રહીમભાઈ ચાવડાનું મોત નીપજ્યું હતું. આ મામલે સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાના આરોપ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.
જૂની માથાકૂટનો ખાર રાખીને પીછો કર્યાનો આક્ષેપ
પોલીસ ફરિયાદ મુજબ, અગાઉ ગાડી સામે જોવા જેવી બાબતને લઈને માથાકૂટ થઈ હતી. આ જૂની અદાવતનો ખાર રાખીને આરોપીઓએ અફઝલ ચાવડાની કારનો પીછો કર્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, થાર કાર અને મોટરસાઇકલ દ્વારા પીછો કર્યા બાદ નૂરી ચોકડી નજીક ઢોસા રેસ્ટોરન્ટ પાસે i20 કારને ટક્કર મારવામાં આવી હતી. થાર કારની જોરદાર ટક્કરને કારણે i20 કાર બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર અફઝલ રહીમભાઈ ચાવડાને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
ત્રણ શખ્સો સામે આરોપ, પોલીસ તપાસ શરૂ
આ કેસમાં ફરિયાદના આધારે હાજી અયુબ ખફી, ઈમ્તિયાઝ ઈકબાલ ખફી અને એક અજાણ્યા શખ્સ સામે આરોપ મૂકવામાં આવ્યો છે. સીટી ‘એ’ ડિવિઝન પોલીસે હત્યાના આરોપ સહિત સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ઘટનાની હકીકત, ટક્કર પાછળનું કારણ અને આરોપીઓની ભૂમિકા અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પણ પ્રયાસો ચાલુ છે. જૂની અદાવતને કારણે એક યુવકનો જીવ ગયો હોવાના આક્ષેપથી શહેરમાં ચકચાર મચી છે. જોકે, સમગ્ર ઘટનાની સાચી હકીકત પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો : Ankleshwarમાં ACના બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ₹1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત





