Jamnagar: જામનગરમાં 17થી 19 નવેમ્બર સુધી ‘સહાયતા સેતુ’ કવાયત, વાયુસેનાના વિમાનો અને કમાન્ડો કરશે શક્તિ પ્રદર્શન


Jamnagar: 19 નવેમ્બરે વાયુસેનાના વિમાનો અને કમાન્ડોનું શક્તિ પ્રદર્શન
Jamnagar: જામનગરમાં 17થી 19 નવેમ્બર સુધી ‘સહાયતા સેતુ’ કવાયત, વાયુસેનાના વિમાનો અને કમાન્ડો કરશે શક્તિ પ્રદર્શન


Jamnagar: 19 નવેમ્બરે વાયુસેનાના વિમાનો અને કમાન્ડોનું શક્તિ પ્રદર્શન
Jamnagar: ગુજરાતના જામનગરમાં ભારતીય સંરક્ષણ દળો દ્વારા બહુ-રાષ્ટ્રીય માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) કવાયત ‘સહાયતા સેતુ’નું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે 17થી 19 નવેમ્બર, 2026 દરમિયાન યોજાનારી આ કવાયતમાં ભારતીય વાયુસેના સહિત વિવિધ સંરક્ષણ દળો, રાષ્ટ્રીય એજન્સીઓ અને મિત્ર દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. હેડક્વાર્ટર્સ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ અને હેડક્વાર્ટર્સ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવશે.
આ કવાયતનો મુખ્ય હેતુ કુદરતી આપત્તિ કે કટોકટીના સમયે બચાવ, રાહત અને પુનઃસ્થાપન કામગીરી માટે વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન વધારવાનો છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા એટલે કે ક્વાડ દેશોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં HADR કાર્યકારી સ્તરની બેઠક પણ યોજાશે.
19 નવેમ્બરે વાયુસેનાના વિમાનો અને કમાન્ડોનું નિદર્શન
કવાયતના અંતિમ દિવસે 19 નવેમ્બરે સ્ટેટિક ડિસ્પ્લે, FICCI પ્રદર્શન અને મલ્ટી-એજન્સી કેપેબિલિટી ડેમોન્સ્ટ્રેશન (MACD) યોજાશે. સવારે 10:15 કલાકે મુખ્ય મહેમાનના આગમન અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની શરૂઆત થશે. ત્યારબાદ AN-32 વિમાન દ્વારા પેરાશૂટ જમ્પનું નિદર્શન કરવામાં આવશે.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Two Days to Go.
#AJHE26 is set to commence at Air Force Station Jamnagar from 17–19 Nov 2026.
Bringing together Indian Defence Forces, National Disaster Management Authority (NDMA), Indian Coast Guard and Friendly Foreign Countries, the exercise aims to strengthen joint preparedness and coordination in disaster response.
#HADR #IndianAirForce
#AJHE26
@DefenceMinIndia
@MEAIndia
@SpokespersonMoD
@HQ_IDS_India
@adgpi
@indiannavy
@CareerinIAF
@air_veterans
@ndmaindia</p>— Indian Air Force (@IAF_MCC) <a href="https://x.com/IAF_MCC/status/2121955277100703959?ref_src=twsrc%5Etfw">November 15, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>
સવારે 10:30થી 10:45 દરમિયાન જગુઆર વિમાન, RPA, ALH અને C-130 દ્વારા હવાઈ નિરીક્ષણ તથા સર્વેલન્સની કામગીરી દર્શાવવામાં આવશે. ત્યારબાદ MI-17 હેલિકોપ્ટર દ્વારા બચાવ અને તબીબી ટીમનું ઉતરાણ, Bambi Bucketથી હવાઈ અગ્નિશમન તથા C-130 દ્વારા MARCOS કમાન્ડો અને રેસ્ક્યુ ક્રાફ્ટનું નિદર્શન થશે.
દરિયામાં ફસાયેલા લોકોને પણ બચાવશે ટીમો
આ કવાયત દરમિયાન સેના, NDRF અને SDRF દ્વારા કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા, હેલિકોપ્ટરથી ઈમારતોની છત પરથી લોકોને સુરક્ષિત બહાર કાઢવા અને તાલીમબદ્ધ શ્વાનો તથા રેસ્ક્યુ રોબોટની મદદથી શોધખોળનું નિદર્શન થશે. દરિયામાં ફસાયેલા લોકોને વિંચિંગ દ્વારા બચાવવા અને કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ ઓપરેશન પણ દર્શાવવામાં આવશે.
અંતિમ તબક્કામાં C-295 અને C-17 વિમાન દ્વારા સૈન્ય વાહનો તથા NDRFનાં ભારે સાધનો પહોંચાડવાની કામગીરી, જ્યારે લોજિસ્ટિક્સ ડ્રોન દ્વારા ફિલ્ડ હોસ્પિટલમાં જરૂરી સામગ્રી અને લોહી પહોંચાડવાનું નિદર્શન થશે. બપોરે 12:25થી 12:30 દરમિયાન રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન થશે.
આ કવાયતથી આપત્તિના સમયે ઝડપી પ્રતિસાદ, આંતરરાષ્ટ્રીય સહયોગ અને માનવજીવન બચાવવા માટે ભારતની સંરક્ષણ તથા રાહત વ્યવસ્થાની ક્ષમતાનું પ્રદર્શન થશે.




