Amreli Gas Tanker Accident: સાવરકુંડલા બાયપાસ પર ગેસ ભરેલું ટેન્કર પલટી ગયું, ફાયર વિભાગે તાત્કાલિક સંભાળ્યો મોરચો

Amreli Gas Tanker Accident: અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના બાયપાસ સ્ટેટ હાઈવે પર ગેસ ભરેલું ટેન્કર પલટી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Kunjan Shukal
Kunjan Shukal
Amreli Savarkundla Gas Tanker OerturnsAmreli Savarkundla Gas Tanker Oerturns

Amreli Savarkundla Gas Tanker Oerturns

Amreli Gas Tanker Accident: અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના બાયપાસ સ્ટેટ હાઈવે પર ગેસ ભરેલું ટેન્કર પલટી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પીપાવાવથી મોરબી તરફ જઈ રહેલા ગેસ ભરેલા ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર રસ્તા પર પલટી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા નગરપાલિકાના ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, ગેસ ભરેલું ટેન્કર પીપાવાવથી મોરબી તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન સાવરકુંડલા બાયપાસ સ્ટેટ હાઈવે પર અચાનક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે ટેન્કર પલટી મારી ગયું હતું. ગેસ ભરેલા ટેન્કરને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય નહીં તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યા હતા.

ફાયર વિભાગે ટેન્કર પર પાણીનો મારો ચલાવ્યો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાવરકુંડલા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને કામગીરી શરૂ કરી હતી. ટેન્કરમાં રહેલા ગેસના કારણે તાપમાનમાં વધારો ન થાય અને સંભવિત જોખમ ટાળી શકાય તે માટે ફાયર વિભાગ દ્વારા ટેન્કર પર સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.

ફાયર વિભાગની ટીમ દ્વારા ટેન્કરનું ટેમ્પરેચર નિયંત્રણમાં રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બીજી તરફ, સાવરકુંડલા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા હાથ ધરી હતી.

ક્રેનની મદદથી ટેન્કર હટાવાશે

પલટી ગયેલા ટેન્કરને રસ્તા પરથી દૂર કરવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી. ક્રેન ઘટનાસ્થળે પહોંચ્યા બાદ તેની મદદથી ટેન્કરને સીધું કરી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હતી.

ગેસ ભરેલા ટેન્કરની ઘટના હોવાથી ફાયર વિભાગ અને પોલીસ દ્વારા સાવચેતી સાથે સમગ્ર કામગીરી કરવામાં આવી રહી હતી. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજાની વિગતો પ્રાથમિક માહિતીમાં સામે આવી નથી. ટેન્કરને સુરક્ષિત રીતે હટાવવાની કામગીરી પર સૌની નજર છે.

આ પણ વાંચો: Longest Wind Turbine Blade: કચ્છના મુન્દ્રામાં ભારતની સૌથી લાંબી 91.2 મીટરની વિન્ડ ટર્બાઈન બ્લેડનું ઉત્પાદન શરૂ, વિન્ડ એનર્જી ક્ષેત્રે મોટી સિદ્ધિ