Get News Alerts

Never miss breaking news updates.

Jamnagar : સીલપેક સોડાની બોટલમાંથી મકોડો મળતાં ચકચાર, વેપારીએ સ્થાનિક ફૂડ વિભાગને તાત્કાલિક ફરિયાદ કરી

Jamnagar : જામનગરમાં ખાદ્ય અને પીણાની ગુણવત્તાને લઈને ચિંતા વધારતી ઘટના સામે આવી. બેડી નાકા નજીક આવેલી જલારામ સોડા ફેક્ટરીમાંથી સપ્લાય થયેલી સીલપેક સોડાની બોટલમાંથી મકોડો મળી આવતા ચકચાર મચી.
Kunjan ShuklaUpdated on: 26 Sep 2026 11:28 AM IST
Jamnagar : સીલપેક સોડાની બોટલમાંથી મકોડો મળતાં ચકચાર, વેપારીએ સ્થાનિક ફૂડ વિભાગને તાત્કાલિક ફરિયાદ કરીJamnagar : સીલપેક સોડાની બોટલમાંથી મકોડો મળતાં ચકચાર, વેપારીએ સ્થાનિક ફૂડ વિભાગને તાત્કાલિક ફરિયાદ કરી

Jamnagar

Jamnagar : જામનગરમાં ખાદ્ય અને પીણાની ગુણવત્તાને લઈને ચિંતા વધારતી ઘટના સામે આવી છે. બેડી નાકા નજીક આવેલી જલારામ સોડા ફેક્ટરીમાંથી સપ્લાય થયેલી સીલપેક સોડાની બોટલમાંથી મકોડો મળી આવતા ચકચાર મચી છે. દુકાનદારના જણાવ્યા મુજબ, બોટલ સંપૂર્ણપણે સીલપેક હતી અને તેની અંદર મકોડો જોવા મળતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા.

મકોડો બોટલની અંદર કેવી રીતે પહોંચ્યો સવાલ?

મળતી માહિતી મુજબ, બેડી નાકા નજીક આવેલી જલારામ સોડા ફેક્ટરીમાંથી સોડાનો જથ્થો સપ્લાય કરવામાં આવ્યો હતો. આ જથ્થામાંથી એક સીલપેક બોટલ દુકાનદારના ધ્યાનમાં આવી હતી. બોટલની અંદર મકોડો જોવા મળતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. ખાસ વાત એ છે કે બોટલ બહારથી સીલપેક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે મકોડો બોટલની અંદર કેવી રીતે પહોંચ્યો તે અંગે સવાલો ઊભા થયા છે. દુકાનદારે સમગ્ર મામલે ફેક્ટરી સંચાલકને જાણ કરી હતી.

કડક કાર્યવાહી કરવાની માગ

જોકે, વેપારીના આક્ષેપ મુજબ, ફેક્ટરી તરફથી જવાબદારી સ્વીકારવાને બદલે ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. આ પછી વેપારીએ મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને સ્થાનિક ફૂડ વિભાગને ફરિયાદ કરી અને સમગ્ર જથ્થાની તપાસ કરવાની માગ કરી છે. સીલપેક પીણાની બોટલની અંદર મકોડો મળી આવવાની ઘટનાએ ખાદ્ય અને પીણાંની ગુણવત્તા તથા ઉત્પાદન પ્રક્રિયા સામે પણ સવાલો ઊભા કર્યા છે. જો બોટલ ખરેખર સીલપેક સ્થિતિમાં જ દુકાનદાર સુધી પહોંચી હોય તો તેમાં બાહ્ય વસ્તુ કેવી રીતે પહોંચી તે તપાસનો મુખ્ય મુદ્દો બન્યો છે. હવે ફૂડ વિભાગ દ્વારા બોટલ, સપ્લાય થયેલા જથ્થા અને ફેક્ટરીની ઉત્પાદન પ્રક્રિયાની તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠી છે. તપાસમાં બેદરકારી અથવા નિયમોનું ઉલ્લંઘન સાબિત થાય તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની પણ માગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Junagadh SOGની મોટી કાર્યવાહી, 4 ગ્રામ મેફેડ્રોન સાથે ધોરાજીના બે શખ્સ ઝડપાયા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.