Jamnagarમાં નવરાત્રિ પહેલાં હિન્દુ સેનાનું જાગૃતિ અભિયાન, યુવતીઓને પત્રિકાઓનું વિતરણ કરી કરી અપીલ



Jamnagar
Jamnagarમાં નવરાત્રિ પહેલાં હિન્દુ સેનાનું જાગૃતિ અભિયાન, યુવતીઓને પત્રિકાઓનું વિતરણ કરી કરી અપીલ



Jamnagar
Jamnagar: જામનગરમાં નવરાત્રિના પર્વ પહેલાં હિન્દુ સેના દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના ખંભાળિયા ગેઇટ નજીક સંગઠનના કાર્યકરોએ યુવતીઓને સાવચેત રહેવા અપીલ કરતી પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન ગરબીના આયોજનમાં ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓને પ્રોત્સાહન આપવા ગરબી આયોજકોને પણ ખાસ અપીલ કરવામાં આવી છે.
ખંભાળિયા ગેઇટ નજીક પત્રિકાઓનું વિતરણ
મળતી માહિતી અનુસાર, જામનગરના ખંભાળિયા ગેઇટ વિસ્તારમાં હિન્દુ સેના દ્વારા યુવતીઓમાં જાગૃતિ લાવવાના હેતુથી પત્રિકાઓ વહેંચવામાં આવી હતી. આ અભિયાનમાં 'લવ જેહાદ'ના મુદ્દાનો ઉલ્લેખ કરીને યુવતીઓને સંબંધો અંગે સાવચેત રહેવા અને કોઈપણ નિર્ણય લેતી વખતે સતર્કતા રાખવા અપીલ કરવામાં આવી હતી.
ગરબી આયોજકોને પણ ખાસ અપીલ
બીજી તરફ, નવરાત્રિ દરમિયાન યોજાતી ગરબીમાં ધાર્મિક પરંપરાઓને પ્રોત્સાહન આપવા માટે હિન્દુ સેના દ્વારા ગરબી આયોજકોને અનુરોધ કરવામાં આવ્યો છે. ગરબીમાં આવતા લોકોને તિલક કરીને પ્રસાદી ગ્રહણ કરાવવા તેમજ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓને ઉજાગર કરવા અપીલ કરવામાં આવી છે.
નવરાત્રિ પહેલાં સંગઠનનું અભિયાન ચર્ચામાં
નવરાત્રિ દરમિયાન ગરબી અને અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે. ત્યારે જામનગરમાં હિન્દુ સેના દ્વારા હાથ ધરવામાં આવેલું આ જાગૃતિ અભિયાન ચર્ચાનો વિષય બન્યું છે. એક તરફ યુવતીઓને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ગરબીના આયોજનમાં ધાર્મિક પરંપરાઓને પ્રાધાન્ય આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ સમગ્ર અભિયાનનો ઉદ્દેશ યુવતીઓમાં જાગૃતિ લાવવા અને નવરાત્રિ દરમિયાન ભારતીય સંસ્કૃતિ તથા ધાર્મિક પરંપરાઓને પ્રોત્સાહન આપવાનો હોવાનું સંગઠનની અપીલ પરથી જણાય છે.
આ પણ વાંચો : Ex Agniveer Reservation: ગુજરાત પોલીસ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને મોટી રાહત!






