Get News Alerts

Never miss breaking news updates.

જામનગરમાં સ્વચ્છતા માટે મહાઅભિયાન, 17 ઓક્ટોબર સુધી ચાલશે ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ

Jamnagar Cleanliness Campaign: જામનગરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાના હેતુથી જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત એક મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન 17 સપ્ટેમ્બરથી...
R Gajjar
R GajjarUpdated on: 22 Sep 2026 07:56 PM IST
જામનગરમાં સ્વચ્છતા માટે મહાઅભિયાન, 17 ઓક્ટોબર સુધી ચાલશે ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશજામનગરમાં સ્વચ્છતા માટે મહાઅભિયાન, 17 ઓક્ટોબર સુધી ચાલશે ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ

Jamnagar Cleanliness Campaign

Jamnagar Cleanliness Campaign: જામનગરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાના હેતુથી જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત એક મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ચાલશે. આ અંગે જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિપેશ કેડીયાએ પ્રેસ બ્રીફ યોજી સ્વચ્છતા સહિત વિવિધ જનસેવા સંબંધિત મુદ્દાઓ અંગે માહિતી આપી હતી.

કચરો મનપાના વાહનમાં જ આપવા અપીલ

સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર દિપેશ કેડીયાએ નગરજનોને ખાસ અપીલ કરી છે. ઘર હોય કે કોમર્શિયલ એકમ, કચરો જાહેર સ્થળે કે રસ્તા પર ન નાખીને મહાનગરપાલિકાના કચરા એકત્રિત કરતા વાહનમાં જ આપવા અપીલ કરવામાં આવી છે. સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને સ્વચ્છ જામનગરના અભિયાનમાં નાગરિકો સહભાગી બને તે માટે પણ અપીલ કરવામાં આવી છે.

‘પાણી બચાવો, ભવિષ્ય બચાવો’

પ્રેસ બ્રીફ દરમિયાન શહેરમાં પાણીના વપરાશ અંગે પણ નગરજનોને અપીલ કરવામાં આવી હતી. બિનજરૂરી રીતે પાણીનો વેડફાટ ન થાય અને પાણીના વપરાશમાં ઘટાડો કરવામાં આવે તે માટે મનપા દ્વારા નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. પાણીની વ્યવસ્થાને લઈને સરકાર દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જામનગર મહાનગરપાલિકા પણ પાણીના મુદ્દે સજાગ હોવાનું જણાવાયું છે.

ટેક્સ ભરનાર નાગરિકો માટે પણ અપીલ

મહાનગરપાલિકા દ્વારા મિલકત સહિતના ટેક્સની ભરપાઈ અંગે પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. નાણાકીય વર્ષનું અડધું વર્ષ પૂર્ણ થવા આવ્યું હોવાથી ટેક્સની રકમ વહેલી તકે જમા કરાવવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. મનપાની આવકનો ઉપયોગ શહેરની વિવિધ સુવિધાઓ અને નાગરિકલક્ષી સેવાઓ માટે થતો હોવાથી સમયસર ટેક્સ ભરવા અપીલ કરવામાં આવી છે.

25 અને 26 સપ્ટેમ્બરે ‘સેવા સેતુ’ કાર્યક્રમ

જામનગરના વિવિધ વોર્ડમાં નાગરિકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, 25 અને 26 સપ્ટેમ્બરના રોજ વોર્ડ સ્તરે સેવા સેતુ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન તથા જરૂરી સહાય મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે.

આગામી મહિનામાં સ્વદેશી મેળાનું આયોજન

જામનગરમાં આગામી મહિનામાં સ્વદેશી મેળાનું પણ આયોજન કરવામાં આવનાર છે. સ્થાનિક ઉત્પાદન અને સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાનારા આ મેળામાં નગરજનોને ભાગ લેવા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી છે. આ રીતે સ્વચ્છતા અભિયાનની સાથે પાણી બચત, કરચુકવણી, જનસેવા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]