Jamnagar News: હુમલામાં ઘાયલ પોલીસ જવાનની મુલાકાતે રેન્જ IG નિર્લિપ્ત રાય, હોસ્પિટલ પહોંચીને પૂછ્યા ખબર અંતર

Jamnagar News: જામનગરમાં નશાના કારોબારીઓના હુમલામાં ઘાયલ હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાની રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયે જી.જી. હોસ્પિટલમાં મુલાકાત લીધી.
Kunjan Shukal
Kunjan Shukal
ઘાયલ પોલીસ જવાનની મુલાકાતે રેન્જ IG નિર્લિપ્ત રાયઘાયલ પોલીસ જવાનની મુલાકાતે રેન્જ IG નિર્લિપ્ત રાય

ઘાયલ પોલીસ જવાનની મુલાકાતે રેન્જ IG નિર્લિપ્ત રાય

Jamnagar News: જામનગરમાં નશીલા પદાર્થોના કારોબારીઓ દ્વારા પોલીસ ટુકડી પર કરવામાં આવેલા હુમલાની ઘટના બાદ રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય ઘાયલ પોલીસ જવાનની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ ઈન્દ્રસિંહ જાડેજાના ખબર અંતર પૂછી તેમની તબિયત અંગે જાણકારી મેળવી હતી.

આરોપીઓએ પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ કરી હુમલો કર્યો હતો

મળતી માહિતી મુજબ, થોડા દિવસ અગાઉ જામનગરના બાલાજી પાર્ક વિસ્તારમાં નશીલા પદાર્થોના વેચાણ સાથે સંકળાયેલા આરોપીઓ દ્વારા પોલીસ સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસની ટીમ પોતાની કામગીરી કરી રહી હતી તે દરમિયાન આરોપીઓએ પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ કરી હુમલો કર્યો હતો.

આ હુમલાની ઘટનામાં હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ ઈન્દ્રસિંહ જાડેજાને ગંભીર ઈજા પહોંચી હતી. ખાસ કરીને તેમના માથાના ભાગે ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારથી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

હુમલાની ઘટનાને પગલે પોલીસ બેડામાં ચકચાર મચી હતી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય જી.જી. હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે ઘાયલ હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાની મુલાકાત લઈ તેમની સાથે વાતચીત કરી હતી અને તબિયત અંગે પૂછપરછ કરી હતી. આ ઉપરાંત તબીબો પાસેથી તેમની સારવાર અને હાલની સ્થિતિ અંગે પણ વિગતો મેળવી હતી. નશીલા પદાર્થોના કારોબારીઓ સામે કાર્યવાહી કરવા ગયેલી પોલીસ ટીમ પર થયેલા હુમલાની ઘટનાને પગલે પોલીસ બેડામાં ચકચાર મચી હતી. રેન્જ IGની હોસ્પિટલ મુલાકાતને પોલીસ કર્મચારીની પડખે પોલીસ વિભાગ ઊભો હોવાના સંદેશ તરીકે જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad News: બાપુનગરમાં એસ્ટેટ વિભાગની ટીમ સાથે ઘર્ષણ, પથ્થરમારામાં મહિલા કોન્સ્ટેબલને ઈજા પહોંચી