Ahmedabad News: બાપુનગરમાં એસ્ટેટ વિભાગની ટીમ સાથે ઘર્ષણ, પથ્થરમારામાં મહિલા કોન્સ્ટેબલને ઈજા પહોંચી

Ahmedabad News: અમદાવાદના બાપુનગરમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન એસ્ટેટ વિભાગની ટીમ સાથે ઘર્ષણ થયું. પથ્થરમારામાં મહિલા કોન્સ્ટેબલને સામાન્ય ઇજા થઈ.
Kunjan Shukal
Kunjan Shukal
બાપુનગરમાં એસ્ટેટ વિભાગની ટીમ સાથે ઘર્ષણબાપુનગરમાં એસ્ટેટ વિભાગની ટીમ સાથે ઘર્ષણ

બાપુનગરમાં એસ્ટેટ વિભાગની ટીમ સાથે ઘર્ષણ

Ahmedabad News: અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન એસ્ટેટ વિભાગની ટીમ અને લારીધારકો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. બાપુનગરના ભીડભંજન રોડ પર એસ્ટેટ વિભાગની ટીમ કાર્યવાહી કરવા પહોંચી હતી, ત્યારે લારીધારકો અને કેટલીક મહિલાઓએ વિરોધ શરૂ કર્યો હતો. જોતજોતામાં મામલો ઉગ્ર બનતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

View post on Instagram

લારીધારકો અને મહિલાઓએ ટીમ સાથે ઘર્ષણ કર્યું

મળતી માહિતી મુજબ, એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ભીડભંજન રોડ પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન લારીધારકો અને મહિલાઓએ ટીમ સાથે ઘર્ષણ કર્યું હતું. ઉગ્ર વિરોધ દરમિયાન એસ્ટેટ વિભાગની ગાડી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની હતી.

પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી

ઘટનાને પગલે સ્થળ પર હાજર મહિલા પોલીસ કર્મચારીઓએ વિરોધ કરી રહેલી મહિલાઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન પોલીસ અને મહિલાઓ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું. આ સમગ્ર ઘટનામાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ઘટનામાં સંડોવાયેલી ત્રણ મહિલાઓને રાઉન્ડ અપ કરી હતી. ત્યારબાદ બાપુનગર પોલીસ સ્ટેશનની ટીમે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ ઘટનાને લઈને બાપુનગર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસ્ટેટ વિભાગની કામગીરી દરમિયાન થયેલા પથ્થરમારા અને પોલીસ સાથેના ઘર્ષણને પગલે વિસ્તારમાં ચર્ચા જાગી છે. પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ કરી અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad Police Transfer: અમદાવાદ શહેર પોલીસમાં મોટો ફેરફાર, 23 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી