Get News Alerts

Never miss breaking news updates.

Jamnagar News : જામનગરમાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ, ‘કોમ્બિંગ નાઈટ’માં કડક કાર્યવાહી કરાઈ

Jamnagar News : જામનગર શહેર અને જિલ્લામાં ગુનાખોરી તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસે મોડી રાત્રે મેગા ચેકિંગ હાથ ધર્યું હતું.
Vivek Shah
Vivek ShahUpdated on: 01 Oct 2026 10:04 AM IST
Jamnagar News : જામનગરમાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ, ‘કોમ્બિંગ નાઈટ’માં કડક કાર્યવાહી કરાઈJamnagar News : જામનગરમાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ, ‘કોમ્બિંગ નાઈટ’માં કડક કાર્યવાહી કરાઈ

Jamnagar Police Cheking

Jamnagar News : SP ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી ‘કોમ્બિંગ નાઈટ’ દરમિયાન શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસની ટીમોએ સઘન તપાસ કરી હતી. નિયમોનો ભંગ કરનારાઓ સામે સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી.‘કોમ્બિંગ નાઈટ’ દરમિયાન પોલીસ દ્વારા ખાસ કરીને વાહન ચેકિંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

8 થી વધુ વાહનો ડિડેઈન કરાયા

નંબર પ્લેટ વગરના વાહનો તેમજ નિયમો વિરુદ્ધ ફેન્સી નંબર પ્લેટ લગાવનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત વાહનોમાં કાળા કાચનો ઉપયોગ કરનારાઓ સામે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મોડી રાત્રે ચાલેલા આ ચેકિંગ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. નશાની હાલતમાં વાહન ચલાવનારાઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના આ સઘન ચેકિંગથી રાત્રિના સમયે નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. પોલીસે વાહનોમાં હથિયારો લઈને ફરતા લોકો સામે પણ કાર્યવાહી કરી હતી. ખાસ કરીને ધોકા જેવા હથિયારો સાથે ફરતા શખ્સોને અટકાવી તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આવા હથિયારોનો ઉપયોગ કયા હેતુથી કરવામાં આવતો હતો અને સંબંધિત વ્યક્તિઓ સામે કઈ કાયદેસરની કાર્યવાહી કરવી તે અંગે તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન 8 થી વધુ બાઈક ડિટેઈન કરવામાં આવી હતી.

નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો

વાહનના દસ્તાવેજો, નંબર પ્લેટ અને અન્ય નિયમોની પણ તપાસ કરવામાં આવી હતી. DySP જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જાહેર સ્થળોએ મોડી રાત્રે જમાવડો કરનારા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જાહેર સ્થળોએ અનાવશ્યક ભીડ એકઠી ન કરવા અને કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિમાં સામેલ ન થવા માટે લોકોને ચેતવણી આપવામાં આવી હતી. પોલીસની આ ‘કોમ્બિંગ નાઈટ’નો મુખ્ય હેતુ રાત્રિના સમયે ગુનાખોરી પર નિયંત્રણ લાવવાનો, અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાનો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો હતો.

જામનગર શહેર અને જિલ્લામાં આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા આવા સઘન ચેકિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. પોલીસનું કહેવું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. મોડી રાત્રે હાથ ધરાયેલી આ કાર્યવાહીથી વાહનચાલકો અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોમાં પોલીસની કામગીરીનો સંદેશ પહોંચ્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનું ચેકિંગ અને પેટ્રોલિંગ વધુ અસરકારક બનાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Smit Machchhar : ફ્લાય દુબઈ FZ1073 ના કેપ્ટન સ્મિત મછારની બહાદુરીને સલામ, PM મોદીએ કહ્યું, દેશનો અસલી હીરો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે