Smit Machchhar : ફ્લાય દુબઈ FZ1073 ના કેપ્ટન સ્મિત મછારની બહાદુરીને સલામ, PM મોદીએ કહ્યું, દેશનો અસલી હીરો



Smit Machchhar
Smit Machchhar : ફ્લાય દુબઈ FZ1073 ના કેપ્ટન સ્મિત મછારની બહાદુરીને સલામ, PM મોદીએ કહ્યું, દેશનો અસલી હીરો



Smit Machchhar
Smit Machchhar : દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટમાં કોકપિટની અંદર ભારતીય કેપ્ટન સ્મિત મછાર પર તેમના કો-પાઇલટ દ્વારા ચાકુથી હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. ગંભીર ઈજા છતાં કેપ્ટન સ્મિત મછારે કોકપિટનો દરવાજો ખોલવામાં મહત્વની ભૂમિકા ભજવી, જેના કારણે મુસાફરો અને ક્રૂ સભ્યો હુમલાખોરને કાબૂમાં લેવામાં સક્ષમ બન્યા.
આ ઘટનામાં ફ્લાઇટ અચાનક ઝડપથી નીચે જવા લાગી હતી.
રિપોર્ટ્સ અનુસાર, વિમાન લગભગ 14,000 ફૂટ જેટલું નીચે ગયું હતું અને ત્યારબાદ મુસાફરો તથા ક્રૂની મદદથી પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. વિમાનમાં સવાર લોકોમાંથી કોઈ જાનહાનિ થઈ નહોતી અને ફ્લાઇટનું સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
કેપ્ટન સ્મિત મછાર ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં હુમલાનો સામનો કર્યો અને કોકપિટનો દરવાજો ખોલ્યો. ત્યારબાદ મુસાફરો અને ક્રૂ સભ્યો કોકપિટમાં પહોંચ્યા અને હુમલાખોર કો-પાઇલટને કાબૂમાં લીધો. ફ્લાઇટમાં હાજર બે ઓફ-ડ્યુટી પાઇલટ્સે ત્યારબાદ વિમાનનું નિયંત્રણ સંભાળવામાં મદદ કરી અને તેને સુરક્ષિત રીતે તબુક ખાતે લેન્ડ કરાવ્યું.
આ ઘટનામાં કેપ્ટન સ્મિત મચ્છારની હિંમતની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ રહી છે
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કેપ્ટન મછારને તેમની અસાધારણ બહાદુરી માટે સલામ કરી હતી અને જણાવ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે હુમલાનો સામનો કર્યો અને કોકપિટનો દરવાજો ખોલ્યો. નેતન્યાહૂએ તેમના પ્રયાસોથી 174 લોકોના જીવ બચ્યા હોવાનું જણાવ્યું હતું. ભારતમાં પણ કેપ્ટન સ્મિત મચ્છારની બહાદુરીની ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની હિંમત અને દૃઢ સંકલ્પની પ્રશંસા કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઘટનાને લઈને કેપ્ટન મચ્છારની બહાદુરીની પ્રશંસા કરી છે.
ઘટના બાદ કેપ્ટન સ્મિત મચ્છારને તબુકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ભારતીય દૂતાવાસ, રિયાધે પણ તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી અને તેઓ સારવાર હેઠળ હોવાની જાણકારી આપી હતી. ફ્લાયદુબઈએ કોકપિટમાં ગંભીર ઘટના બની હોવાની પુષ્ટિ કરી છે, જ્યારે હુમલાનું ચોક્કસ કારણ અને કો-પાઇલટના ઈરાદા અંગે તપાસ ચાલી રહી છે. સમગ્ર ઘટનાની તપાસ પૂર્ણ થયા બાદ જ હુમલા પાછળનું ચોક્કસ કારણ અને અન્ય વિગતો સ્પષ્ટ થશે. આ ઘટના દરમિયાન કેપ્ટન સ્મિત મછાર, મુસાફરો, ક્રૂ અને ઓફ-ડ્યુટી પાઇલટ્સની સંયુક્ત કામગીરીથી એક સંભવિત મોટી હવાઈ દુર્ઘટના ટળી હતી.
આ પણ વાંચો : Junagadh News : હોમવર્ક અધૂરું તો આકરી સજા? જૂનાગઢમાં ધો.12ના વિદ્યાર્થીની તબિયત લથડી
https://twitter.com/narendramodi/status/2105469867390554194

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




