Get News Alerts

Never miss breaking news updates.

Jamnagar : થાર કારથી i20 કારનો પીછો કરી પાછળથી જીવલેણ ટક્કર મારવાનો કેસ, 3 આરોપી ઝડપાયા

Jamnagar : જામનગરમાં જૂની અદાવતને પગલે જીવલેણ ટક્કર માર્યાની ગંભીર ઘટના સામે આવી છે. થાર કારથી આઈ-20 કારને ટક્કર મારવાના આ કેસમાં અફઝલ ચાવડાનું મોત નીપજ્યું હતું.
Kunjan ShuklaUpdated on: 12 Oct 2026 06:15 PM IST
Jamnagar : થાર કારથી i20 કારનો પીછો કરી પાછળથી જીવલેણ ટક્કર મારવાનો કેસ, 3 આરોપી ઝડપાયાJamnagar : થાર કારથી i20 કારનો પીછો કરી પાછળથી જીવલેણ ટક્કર મારવાનો કેસ, 3 આરોપી ઝડપાયા

Jamnagar

Jamnagar : જામનગરમાં જૂની અદાવતને પગલે જીવલેણ ટક્કર માર્યાની ગંભીર ઘટના સામે આવી છે. થાર કારથી આઈ-20 કારને ટક્કર મારવાના આ કેસમાં અફઝલ ચાવડાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી. આ ગંભીર ગુનામાં સીટી ‘એ’ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ગુનામાં કથિત રીતે વપરાયેલી થાર કાર અને બર્ગમેન મોટરસાઈકલ પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

થાર કારથી આઈ-20નો પીછો કરી ટક્કર માર્યાનો આરોપ

પ્રાપ્ત વિગતો અનુસાર, જૂની અદાવતના કારણે થાર કારમાં સવાર શખસોએ આઇ-20 કારનો પીછો કરી પાછળથી ટક્કર મારી હોવાનો આરોપ છે. આ ટક્કર બાદ આઇ-20 કાર બસ સાથે અથડાઈ હતી, જેમાં અફઝલ ચાવડાનું મોત થયું હતું. જ્યારે ફરિયાદી સહિત અન્ય લોકોને ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે પોલીસે ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી.

પોલીસની ઝડપી કાર્યવાહી, ત્રણ આરોપી ઝડપાયા

જામનગરના પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની અને ડીવાયએસપી જયવિરસિંહ ઝાલાની સૂચના અનુસાર, પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ સીટી ‘એ’ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ગણતરીની કલાકોમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. ઝડપાયેલા આરોપીઓમાં હાજી અયુબભાઈ ખફી (ઉં.વ. 28), ઇમ્તિયાઝ ઇકબાલભાઈ ખફી (ઉં.વ. 35) અને ખલીલ ઉર્ફે બાઠીયો ઇસ્માઇલભાઈ કોરા (ઉં.વ. 29)નો સમાવેશ થાય છે.

થાર કાર અને મોટરસાઈકલ કબજે

પોલીસે આ ગુનામાં કથિત રીતે વપરાયેલી આશરે રૂ. 6 લાખની થાર કાર અને રૂ. 30 હજારની બર્ગમેન મોટરસાઈકલ કબજે કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી હાજી અયુબ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. આ કેસમાં જૂની અદાવત અને પૂર્વઆયોજિત કાવતરાના આક્ષેપ સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Morbi : પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં શહીદ પરિવારોનું સન્માન, બે પરિવારોને રૂપિયા 1-1 લાખની સહાય અર્પણ કરાઈ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.