Jamnagar News: સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપની પત્રકાર પરિષદ, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

Jamnagar News: જામનગરમાં 26 નવેમ્બરના રોજ સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા કક્ષાની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
Kunjan Shukal
Kunjan Shukal
સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપની પત્રકાર પરિષદસંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપની પત્રકાર પરિષદ

સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપની પત્રકાર પરિષદ

Jamnagar News: જામનગરમાં 26 નવેમ્બરના રોજ સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા કક્ષાની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ સહ પ્રવક્તા ઘનશ્યામભાઈ ગઢવીએ પત્રકારોને સંબોધિત કરી ભારતીય બંધારણના ઐતિહાસિક મહત્વ, બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના યોગદાન અને બંધારણીય મૂલ્યો અંગે વાત કરી હતી.

બાબાસાહેબના જીવન સાથે જોડાયેલા પાંચ સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવવામાં આવ્યા

ઘનશ્યામભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, 26 નવેમ્બર, 1949ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ સ્વીકાર્યું હતું. વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયંતી નિમિત્તે 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે બાબાસાહેબ આંબેડકરના સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુતાના વિચારોને યાદ કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા મહૂ, લંડન, નાગપુર, દિલ્હી અને મુંબઈ ખાતે આવેલા બાબાસાહેબના જીવન સાથે જોડાયેલા પાંચ સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવવામાં આવ્યા છે.

કોંગ્રેસે કટોકટી લાદી હતી

પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન 25 જૂન, 1975ના રોજ દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. 21 મહિના સુધી ચાલેલી કટોકટી દરમિયાન નાગરિકોના મૂળભૂત અધિકારો પર નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા અને મીડિયાની સ્વતંત્રતા પણ પ્રભાવિત થઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જનધન, ઉજ્જવલા, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્વચ્છ ભારત અભિયાન જેવી યોજનાઓ દ્વારા ગરીબ અને વંચિત વર્ગોના સશક્તિકરણ માટે કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Garbada Ramnath Lake: ગરબાડાના ઐતિહાસિક રામનાથ તળાવનો થશે કાયાકલ્પ, CMની સૂચનાના 8 કલાકમાં સફાઈ કામગીરી શરૂ