Jamnagar Encroachment Removal Drive: અંબર ચોકડી ઓવરબ્રિજ પાસે મનપાનું મેગા દબાણ હટાવો ઓપરેશન, પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા


Jamnagar Encroachment Removal Drive News
Jamnagar Encroachment Removal Drive: અંબર ચોકડી ઓવરબ્રિજ પાસે મનપાનું મેગા દબાણ હટાવો ઓપરેશન, પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા


Jamnagar Encroachment Removal Drive News
Jamnagar Encroachment Removal Drive: જામનગર શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ બનતા ગેરકાયદે દબાણો સામે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. શહેરના અંબર ચોકડી ઓવરબ્રિજ પાસે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને બી-ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત મેગા દબાણ હટાવો ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન રસ્તા પર ન્યુસન્સ ફેલાવતા અને ટ્રાફિકને અડચણરૂપ બનતા દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, અંબર ચોકડી ઓવરબ્રિજ આસપાસના વિસ્તારમાં અનેક દબાણોના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ ઉપરાંત દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હતી. જેને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ બી-ડિવિઝન પોલીસને સાથે રાખીને સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.

અગાઉના હુમલાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ઉલ્લેખનીય છે કે, અગાઉ જામનગરમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મહાનગરપાલિકાની ટીમ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી હતી. સમગ્ર મેગા ઓપરેશન દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
પોલીસની હાજરીમાં એસ્ટેટ શાખાની ટીમે રસ્તા પરના ન્યુસન્સરૂપ દબાણો દૂર કરવાની કામગીરી પૂર્ણ કરી હતી. જેના કારણે ઓવરબ્રિજ આસપાસનો માર્ગ ખુલ્લો બન્યો હતો અને વાહનચાલકોને રાહત મળવાની શક્યતા છે.
આગામી દિવસોમાં પણ ઝુંબેશ ચાલુ રહેશે
મહાનગરપાલિકા દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં પણ ટ્રાફિકને નડતરરૂપ દબાણો સામે કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આગામી દિવસોમાં દબાણ હટાવવાની ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને જાહેર રસ્તાઓ દબાણમુક્ત બનાવવા તંત્રની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Amreli SMC Raid: ધારીના ચલાલામાં SMCના દરોડા, દેશી દારૂના નેટવર્કનો પર્દાફાશ, 5 લાખનો મુદ્દામાલ જપ્ત




