Sahayata Setu Exercise 2026: જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે 'સહાયતા સેતુ' કવાયતનો પ્રારંભ, 24 દેશના પ્રતિનિધિઓ જોડાયા


Jamnagar Sahayata Setu Exercise 2026
Sahayata Setu Exercise 2026: જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે 'સહાયતા સેતુ' કવાયતનો પ્રારંભ, 24 દેશના પ્રતિનિધિઓ જોડાયા


Jamnagar Sahayata Setu Exercise 2026
Sahayata Setu Exercise 2026: ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે બહુરાષ્ટ્રીય સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત 'સહાયતા સેતુ-2026' (AJHE-26)નો પ્રારંભ કરવામાં આવ્યો છે. 17થી 19 નવેમ્બર દરમિયાન યોજાનારી આ કવાયતમાં 24 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. કુદરતી આફતો અને માનવતાવાદી કટોકટીના સમયે આંતરરાષ્ટ્રીય સહયોગ તથા સંકલિત પ્રતિભાવ ક્ષમતા વધારવાનો આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

HQ SWACના માર્ગદર્શન હેઠળ આ કવાયતનું આયોજન
મુખ્યાલય સંકલિત સંરક્ષણ સ્ટાફ (HQ IDS) અને દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (HQ SWAC)ના માર્ગદર્શન હેઠળ આ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય સંરક્ષણ દળો, રાષ્ટ્રીય એજન્સીઓ અને મિત્ર વિદેશી દેશો ભાગ લઈ રહ્યા છે. કવાયતની શરૂઆત IORA, BIMSTEC અને QUAD સાથે સંકળાયેલા દેશોના પ્રતિનિધિઓની વિચારવિમર્શ બેઠકથી થઈ હતી. ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા, બાંગ્લાદેશ, શ્રીલંકા, સિંગાપોર, મલેશિયા, માલદીવ સહિત કુલ 24 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
વિદેશ મંત્રાલયના પ્રતિનિધિઓએ પણ ચર્ચામાં ભાગ લીધો
દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ પી.વી. શિવાનંદે મુખ્ય સંબોધન આપ્યું હતું. તેમણે કુદરતી આફતો સમયે ઝડપી અને અસરકારક સહાય પહોંચાડવા માટે સંકલિત આયોજન, સંયુક્ત ક્ષમતા અને વિવિધ એજન્સીઓ વચ્ચે સહકારનું મહત્ત્વ સમજાવ્યું હતું. આ કવાયતમાં ભારતીય સેના, નૌકાદળ, વાયુસેના, NDRF, DRDO અને વિદેશ મંત્રાલયના પ્રતિનિધિઓએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો. ભારતના આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સહાય અભિયાનો અને ઓપરેશન બ્રહ્મા સહિતનાં અભિયાનોના અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા.

આગામી તબક્કામાં ગંભીર ચક્રવાતની કલ્પિત પરિસ્થિતિ ઊભી કરી શોધ અને બચાવ, સ્થળાંતર, રાહત સામગ્રીનું વિતરણ, રાહત શિબિરોની સ્થાપના અને ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની કામગીરીનું પ્રાયોગિક આયોજન કરવામાં આવશે. આ કવાયતથી આપદા વ્યવસ્થાપનમાં ભારતની ક્ષમતા વધવાની સાથે મિત્ર દેશો વચ્ચે સંકલન અને આંતરરાષ્ટ્રીય સહયોગને પણ નવી દિશા મળશે.




