Gujarat Cabinet Meeting: ગાંધીનગરમાં આજે સાંજે યોજાશે કેબિનેટ બેઠક, પાણીની સ્થિતિ સહિત અનેક મુદ્દે થશે ચર્ચા

Gujarat Cabinet Meeting: ગુજરાત સરકારની કેબિનેટ બેઠક આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાશે. આ બેઠકમાં રાજ્યના વિવિધ મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
Kunjan Shukal
Kunjan Shukal
Gujarat Cabinet MeetingGujarat Cabinet Meeting

Gujarat Cabinet Meeting

Gujarat Cabinet Meeting: ગુજરાત સરકારની કેબિનેટ બેઠક આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાશે. આ બેઠકમાં રાજ્યના વિવિધ મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને ઓછા વરસાદના પગલે અસરગ્રસ્ત જિલ્લાઓમાં પાણીની સ્થિતિ અને રાજ્યના જળાશયોમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા બેઠકના મુખ્ય એજન્ડામાં રહેશે.

પાણીની સ્થિતિ અંગે ચિંતા ઊભી થઈ

મળતી માહિતી મુજબ, રાજ્યમાં આ વર્ષે ઓછા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણીની સ્થિતિ અંગે ચિંતા ઊભી થઈ છે. જેને ધ્યાનમાં રાખીને કેબિનેટ બેઠકમાં અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિનો તાગ મેળવવામાં આવશે. રાજ્યના વિવિધ જળાશયોમાં કેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત ઉપલબ્ધ પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણીના વિતરણનું આયોજન કેવી રીતે કરવું તે અંગે ચર્ચા થશે. ખાસ કરીને પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં નાગરિકો અને ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે જરૂરી આયોજનની સમીક્ષા કરવામાં આવે તેવી શક્યતા છે.

પેન્ડિંગ રહેલી ફાઈલો અંગે પણ ચર્ચા થશે

કેબિનેટ બેઠકમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લગતા વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે વિવિધ સરકારી વિભાગોમાં લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ફાઈલો અંગે પણ ચર્ચા થવાની છે. વિભાગીય કામગીરીમાં ઝડપ આવે અને વહીવટી નિર્ણયો સમયસર લેવાય તે દિશામાં પણ ચર્ચા થઈ શકે છે.

બીજી તરફ, ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા 'જનજાતીય ગૌરવ સપ્તાહ' અંતર્ગત રાજ્યભરમાં આયોજિત કાર્યક્રમોની પણ સમીક્ષા કરવામાં આવશે. આમ, આજની કેબિનેટ બેઠકમાં પાણી વ્યવસ્થાપન, કાયદો અને વ્યવસ્થા તથા સરકારી વહીવટ સહિતના અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. હવે બેઠક બાદ સરકાર કયા નિર્ણયો લે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો: Jamnagar Illegal Sand Mining: જામનગરના જોડિયામાં ગેરકાયદે રેતી ખનન સામે તંત્રની કાર્યવાહી, એસ્કેવેટર અને ટ્રક જપ્ત