PM Vishwakarma Yojana: પાલનપુરની જાગૃતિ મહેતા બની આત્મનિર્ભર, વિશ્વકર્મા યોજનાથી શરૂ કર્યો વ્યવસાય, 20 મહિલાઓને આપી રહી છે રોજગારી

PM Vishwakarma Yojana: કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અનેક લોકોને સ્વરોજગાર તરફ આગળ વધવાની તક આપી રહી છે. આ યોજના હેઠળ લોકો પોતાની આવડતને વ્યવસાયમાં પરિવર્તિત કરી રહ્યા છે.
Kunjan Shukal
Kunjan Shukal
PM Vishwakarma YojanaPM Vishwakarma Yojana

PM Vishwakarma Yojana

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અનેક લોકોને સ્વરોજગાર તરફ આગળ વધવાની તક આપી રહી છે. આ યોજના હેઠળ લોકો પોતાની આવડતને વ્યવસાયમાં પરિવર્તિત કરી રહ્યા છે. ત્યારે પાલનપુરનાં જાગૃતિ મહેતાએ પણ આ યોજનાનો લાભ લઈને પોતાનો નાનો વ્યવસાય શરૂ કર્યો છે. ખાસ વાત એ છે કે, આજે જાગૃતિ મહેતા માત્ર આત્મનિર્ભર જ નથી બન્યા, પરંતુ અન્ય 15થી 20 મહિલાઓને પણ રોજગારી આપી રહ્યાં છે. ત્યારે જોઈએ આ સફળતાની કહાની.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના નવી તક લઈને આવી

એક સમય હતો જ્યારે જાગૃતિ મહેતા ઘરે બેસીને નાનું-મોટું કામ કરતાં હતાં. પરંતુ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના તેમના માટે નવી તક લઈને આવી. આ યોજના અંતર્ગત તેમણે જરૂરી તાલીમ મેળવી અને તાલીમ પૂર્ણ થયા બાદ સરકાર તરફથી એક લાખ રૂપિયાની લોન મેળવી. આર્થિક સહાય મળતાં જાગૃતિ મહેતાએ પોતાના નાના વ્યવસાયની શરૂઆત કરી.

હાલમાં 15થી 20 મહિલાઓ કામ કરી રહી છે

જાગૃતિ મહેતાએ જ્યારે પોતાનો વ્યવસાય શરૂ કર્યો, ત્યારે તેમને વિચાર આવ્યો કે તેમના જેવી અનેક મહિલાઓ પણ આ પ્રકારનું કામ કરી શકે છે. બસ, આ વિચારને તેમણે સાકાર કર્યો અને અન્ય મહિલાઓને પણ પોતાના વ્યવસાય સાથે જોડી. આજે તેમની સાથે 15થી 20 મહિલાઓ કામ કરી રહી છે. નારિયેળના રેસા, ઊન અને પથ્થરો જેવી વસ્તુઓમાંથી તેઓ વિવિધ પ્રકારની હસ્તકલાની ચીજવસ્તુઓ તૈયાર કરી રહ્યાં છે. આમ, એક મહિલાની સ્વરોજગારની સફર આજે અનેક મહિલાઓ માટે રોજગારીનું માધ્યમ બની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માત્ર આર્થિક સહાય પૂરી પાડવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ કૌશલ્ય વિકાસ અને સ્વરોજગારની નવી તકો પણ ઊભી કરી રહી છે. જાગૃતિ મહેતાની આ કહાની તેનું ઉત્તમ ઉદાહરણ છે. એક લાખ રૂપિયાની લોનથી શરૂ થયેલો નાનો વ્યવસાય આજે 15થી 20 મહિલાઓની આજીવિકાનું માધ્યમ બન્યો છે. જાગૃતિ મહેતા પોતાની સફળતા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કરી રહ્યાં છે. સરકારી યોજનાનો યોગ્ય લાભ મળે અને મહેનત કરવાની તૈયારી હોય, તો એક નાનકડી શરૂઆત પણ અનેક પરિવારોના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. જાગૃતિ મહેતાની આ સફળતાની કહાની અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.

આ પણ વાંચો: Rajkot: આયુષ્માન ભારત યોજનાથી દર્દીઓને મોટી રાહત, ખેડૂતે કિડનીની પથરીના બે ઓપરેશન મફતમાં કરાવ્યા