IPS-SPS Transfer : ગુજરાતના 10 IPS-SPS અધિકારીઓની બદલી, 4 નવા IPSને ASP તરીકે પોસ્ટિંગ


IPS-SPS Transfer
IPS-SPS Transfer : ગુજરાતના 10 IPS-SPS અધિકારીઓની બદલી, 4 નવા IPSને ASP તરીકે પોસ્ટિંગ


IPS-SPS Transfer
IPS-SPS Transfer : ગુજરાતના પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યોગ્ય રહે અને વહીવટી તંત્ર પણ કોઈ અડચણ વગર ચાલે તેના ભાગરૂપે 10 IPS-SPS અધિકારીઓની બદલી કરવાના ઓર્ડર કરાયા છે. ગૃહ વિભાગના મુખ્ય સચિવ સંજીવ કુમારે આ જાહેરનામું બહાર પાડ્યું છે.
4 નવા IPSને ASP તરીકે પોસ્ટિંગ
તમને જણાવી દઈએ કે 2023 અને 2024ની બેચના 4 યુવા IPS અધિકારીઓને ASP તરીકે મહત્વના વિભાગોમાં નિમણૂક આપવામાં આવી છે. જેમાં માનસી આર. મીનાને વિરમગામ ખાતે, મૌસમ મહેતાને દિયોદર ખાતે, પ્રખર કુમારને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે અને કરણકુમાર પન્નાને લીમખેડા ખાતે ASP તરીકે કાર્યભાર સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રમોશન મળ્યા બાદ જે અધિકારીના પોસ્ટિંગ્સ બાકી હતા તેવા 6 સિનિયર SPS અધિકારીઓને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF)ના વિવિધ ગ્રુપમાં કમાન્ડન્ટ અને એક્સ-કેડર જગ્યાઓ પર નવી નિમણૂકો આપવામાં આવી છે.
SPS અધિકારીઓની બદલી
આ સિવાય વડોદરા ટ્રાફિક DCP જે.આઈ. વસાવને SRPF ગ્રુપ-9 (વડોદરા), વિસનગર SP ડી.એમ. ચૌહાણને SRPF ગ્રુપ-3 (મડાણા, બનાસકાંઠા), પ્રકાશકુમાર રાવલને SRPF ગ્રુપ-4 (પાવડી, દાહોદ), ગોધરા HQ SP બી.એલ. દેસાઈને SRPF ગ્રુપ-5 (ગોધરા), જૂનાગઢ PTC SP એચ.પી. દોશીને SRPF ગ્રુપ-13 (રાજકોટ) અને સુરત F-ડિવિઝન DCP એલ.બી. ઝાલાને SRPF ગ્રુપ-11 (વાવ, સુરત)ના કમાન્ડન્ટ તરીકે નિમણૂક કરાઈ છે.
આ પણ વાંચો : Rajkot : ફૂડ વિભાગના 'વોલ્ગા ઘી ડેપો' પર દરોડા, 2.83 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ





