Gujarat News: દિવાળીના તહેવારોને લઈને આરોગ્ય વિભાગ સજ્જ, 1,494 એમ્બ્યુલન્સમાં બર્ન કેસ માટે વિશેષ સુવિધા

Gujarat News: દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોની સુરક્ષા અને આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવા ગુજરાતનું આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે.
Kunjan Shukal
Kunjan Shukal
Gujarat NewsGujarat News

Gujarat News

Gujarat News: દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોની સુરક્ષા અને આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવા ગુજરાતનું આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના આરોગ્ય અધિકારીઓ અને તબીબો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તહેવારો દરમિયાન ઊભી થતી ઈમરજન્સી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

તબીબી કર્મચારીઓને તહેવારો દરમિયાન સંપૂર્ણ સતર્ક રહેવા સૂચના આપી

દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના કારણે દાઝી જવાના (બર્ન કેસ) બનાવોમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે વિશેષ વ્યવસ્થા કરી છે. રાજ્યભરની સરકારી હોસ્પિટલો તેમજ 1494 ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં બર્ન કેસના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. બેઠક દરમિયાન આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ઈમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા અધિકારીઓ અને તબીબી કર્મચારીઓને તહેવારો દરમિયાન સંપૂર્ણ સતર્ક રહેવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, તહેવારોના દિવસોમાં કોઈપણ નાગરિકને સમયસર તબીબી સારવાર મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે આરોગ્ય વિભાગે તમામ જરૂરી તૈયારીઓ કરવી જોઈએ.

ઈમરજન્સી પરિસ્થિતિઓને પહોંચી વળવા તંત્ર સજ્જ

108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ (EMS)ની ટીમને પણ દિવાળીના તહેવારો દરમિયાન ઊભી થતી તમામ પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિઓને પહોંચી વળવા સજ્જ રાખવામાં આવી છે. આ ઉપરાંત, આરોગ્ય સેવાઓમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે ઝીરો લીવ પોલિસી અમલમાં રાખવામાં આવી છે. અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી નાગરિકોને અવિરત આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રીએ તમામ તબીબો, અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓને સેવા અને સમર્પણની ભાવના સાથે ફરજ બજાવવા અનુરોધ કર્યો હતો. દિવાળીના પર્વ દરમિયાન નાગરિકોની સલામતી અને આરોગ્યની સંભાળ માટે રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે તૈયાર હોવાનું પણ જણાવાયું છે.

આ પણ વાંચો: Naswadi Fire Incident: છોટાઉદેપુરના ધોળી કોતરડી ગામે આગનો કહેર, ચાર મકાનો બળીને ખાખ