Swachh Survekshan Awards 2025-26: સ્વચ્છ સર્વેક્ષણ 2025-26માં અમદાવાદ અને સાણંદ દેશભરમાં નંબર-1, સુરતને પણ મળ્યું સ્થાન

Swachh Survekshan Awards 2025-26: દિવાળીના પર્વ વચ્ચે ગુજરાત માટે વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2025-26માં ગુજરાતના શહેરોએ શાનદાર પ્રદર્શન કરીને દેશભરમાં રાજ્યનું નામ રોશન કર્યું.
Kunjan Shukal
Kunjan Shukal
Swachh Survekshan Awards 2025-26Swachh Survekshan Awards 2025-26

Swachh Survekshan Awards 2025-26

Swachh Survekshan Awards 2025-26: દિવાળીના પર્વ વચ્ચે ગુજરાત માટે વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2025-26માં ગુજરાતના શહેરોએ શાનદાર પ્રદર્શન કરીને દેશભરમાં રાજ્યનું નામ રોશન કર્યું છે. સ્વચ્છતા ક્ષેત્રે ગુજરાતનાં શહેરોએ અનેક કેટેગરીમાં ઉત્કૃષ્ટ સ્થાન મેળવ્યું છે. ખાસ કરીને અમદાવાદ અને સાણંદે સ્વચ્છ શહેર જોડી કેટેગરીમાં દેશભરમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જ્યારે સુરતે ક્લીન સિટી કેટેગરીમાં બીજું સ્થાન મેળવી ગુજરાતની સિદ્ધિમાં વધુ એક છોગું ઉમેર્યું છે.

View post on Instagram

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી

નવી દિલ્હીમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2025-26ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશભરમાં સ્વચ્છતા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા શહેરો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી. આ સર્વેક્ષણમાં અમદાવાદ અને સાણંદની જોડીને સ્વચ્છ શહેર જોડી કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. આ સિદ્ધિ બંને શહેરોમાં સ્વચ્છતા વ્યવસ્થાપન, કચરાના નિકાલ અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે કરવામાં આવેલા પ્રયાસોની સફળતા દર્શાવે છે.

ગુજરાતની પ્રતિષ્ઠામાં વધારો

બીજી તરફ સુરતે ક્લીન સિટી કેટેગરીમાં બીજું સ્થાન મેળવીને ફરી એકવાર પોતાની સ્વચ્છતાની ઓળખ મજબૂત કરી છે. સુરત અગાઉ પણ સ્વચ્છતા ક્ષેત્રે દેશભરમાં અનેક સિદ્ધિઓ મેળવી ચૂક્યું છે. આ ઉપરાંત વડોદરા, સુરત અને અમદાવાદે પણ વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાતની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. ગુજરાતના શહેરોને મળેલી આ સિદ્ધિ પાછળ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, સફાઈ કર્મચારીઓ અને નાગરિકોના સહિયારા પ્રયાસો મહત્ત્વપૂર્ણ રહ્યા છે. સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ અને સતત સુધરતી વ્યવસ્થાના પરિણામે ગુજરાતે ફરી એકવાર દેશનું ધ્યાન ખેંચ્યું છે. આ એવોર્ડથી દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Gandhinagar News: વિદેશમાં વસે છે અડધું ગામ, પણ દિવાળી મનાવવા વતન આવ્યા પલિયડ ગામના ગ્રામજનો