Gir Gadhadaના સણોસરી ગામે દીપડાનો હુમલો: 3 વર્ષના માસૂમ ચેતનનું મોત, દીપડો પાંજરે પુરાયો



Gir Gadhada Leopard Attack
Gir Gadhadaના સણોસરી ગામે દીપડાનો હુમલો: 3 વર્ષના માસૂમ ચેતનનું મોત, દીપડો પાંજરે પુરાયો



Gir Gadhada Leopard Attack
Gir Gadhada Leopard Attack: ગીર જંગલની બોર્ડર નજીક આવેલા ગીરગઢડાના સણોસરી ગામે દીપડાના હુમલામાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે. ચેતન બામણીયા નામના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી.
શોધખોળ દરમિયાન બાળકનો મૃતદેહ મળ્યો
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે સણોસરી ગામ અને આસપાસના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન ચેતન બામણીયાનો મૃતદેહ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને ગીરગઢડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
વન વિભાગે પાંજરું ગોઠવી દીપડાને પકડ્યો
બાળક પર હુમલાની ઘટના બાદ વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરાં ગોઠવી કાર્યવાહી શરૂ કરી હતી. કલાકોની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો હતો. આ ઘટનાને પગલે સણોસરી ગામ અને ગીર જંગલની બોર્ડર નજીકના વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે. વન્યપ્રાણીના હુમલાની આ ઘટનાએ માનવ વસાહતની નજીક દીપડાની અવરજવર અંગે ફરી સવાલો ઊભા કર્યા છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




