Vibrant Gujarat Summit 2027 : વાયબ્રન્ટ સમિટ 2027ની તૈયારીઓ તેજ, CM ભૂપેન્દ્ર પટેલે GIFT સિટીની મુલાકાત લઈ કરી સમીક્ષા

Vibrant Gujarat Summit 2027 : ગુજરાતમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
Vivek Shah
Vivek Shah
Vibrant Gujarat Summit 2027 CMએ GIFT સિટીની તૈયારીઓની સમીક્ષા કરીVibrant Gujarat Summit 2027 CMએ GIFT સિટીની તૈયારીઓની સમીક્ષા કરી

Vibrant Gujarat Summit 2027 CMએ GIFT સિટીની તૈયારીઓની સમીક્ષા કરી

Vibrant Gujarat Summit 2027 : આ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર નજીક આવેલી GIFT સિટીની મુલાકાત લઈને વિવિધ કાર્યક્રમોના આયોજન સ્થળો અને વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્ટ્રેટેજિક એક્સપાન્શન અને વર્લ્ડ ક્લાસ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના નિર્માણ અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના ભાગરૂપે GIFT સિટીમાં 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ઉચ્ચસ્તરીય કાર્યક્રમોની શ્રેણી યોજાવાની છે. આ કાર્યક્રમોમાં વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ, રોકાણકારો, ઉદ્યોગજગતના અગ્રણીઓ અને ભારતીય ડાયસ્પોરાના સભ્યો એક મંચ પર આવશે.

ગુજરાતમાં વૈશ્વિક રોકાણને મળશે નવી તક

આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય નાણાકીય સહયોગ, વૈશ્વિક મૂડી પ્રવાહ, ઉભરતી નાણાકીય ટેક્નોલોજી, નાણાકીય સેવાઓ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC), ઉદ્યોગ ભાગીદારી અને રોકાણની તકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ માધ્યમથી આંતરરાષ્ટ્રીય નાણાકીય ક્ષેત્રે ગુજરાતની ક્ષમતાઓને વૈશ્વિક સ્તરે રજૂ કરવાની તક મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે સવારે મુખ્ય સચિવ એમ.કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને વરિષ્ઠ સચિવો સાથે GIFT સિટી પહોંચ્યા હતા.

અહીં સમીક્ષા બેઠક યોજીને વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન વર્ષ 2030 સુધી GIFT સિટીના વિકાસ માટેના રોડમેપનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં નાણાકીય અને વ્યવસાયિક ઇકોસિસ્ટમના વિસ્તરણ ઉપરાંત ભૌતિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસ અંગે માહિતી આપવામાં આવી હતી.

10થી 12 જાન્યુઆરીએ GIFT સિટીમાં યોજાશે વૈશ્વિક કાર્યક્રમો

વધુમાં GIFT સિટીમાં વ્યવસાય, રોજગાર અને રહેઠાણ માટે વસવાટ કરતા લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ, શોપિંગ મોલ સહિતની પાયાની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ આ વિવિધ નિર્માણાધીન સાઇટ્સની કામગીરી અને પ્રગતિની વિગતો પણ મેળવી હતી. આ પ્રસંગે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ નટરાજન, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ અજય કુમાર તેમજ GIFT સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ CEO સંજય કૌલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વાયબ્રન્ટ સમિટ 2027ના આયોજન સાથે GIFT સિટીને વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે વધુ વિકસાવવાની ગુજરાત સરકારની તૈયારીઓ તેજ બની છે. હવે આગામી સમયમાં આ કાર્યક્રમો દ્વારા ગુજરાતમાં કેટલા નવા રોકાણો અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી આકર્ષાય છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો : Jamnagar 108 Ambulance : જામનગરમાં ખેતરની વાડીમાં 108ની ટીમે મહિલાને કરાવી સફળ પ્રસૂતિ, 2.7 કિલોના સ્વસ્થ બાળકનો થયો જન્મ