USA Flight Cancle : અમેરિકામાં હવાઈ સેવા ખોરવાઈ, 8 હજારથી વધુ ફ્લાઈટ્સ રદ થતા 15 લાખ મુસાફરો એરપોર્ટ પર રઝળી પડયા

USA Flight Cancle : અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલની કમ્યુનિકેશન સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા દેશની હવાઈ સેવા ગંભીર રીતે ખોરવાઈ ગઈ હતી.
Vivek Shah
Vivek Shah
USA Flight Cancle અમેરિકામાં 8 હજાર ફ્લાઈટ રદUSA Flight Cancle અમેરિકામાં 8 હજાર ફ્લાઈટ રદ

USA Flight Cancle અમેરિકામાં 8 હજાર ફ્લાઈટ રદ

USA Flight Cancle : શુક્રવારે ચાર કલાકથી વધુ સમય સુધી વિમાનોની ઉડાનો પર અસર જોવા મળી હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા સુરક્ષાના કારણોસર દેશભરના એરપોર્ટ પર ફ્લાઈટ્સ રોકવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ ઘટનાને કારણે 8,000થી વધુ ફ્લાઈટ્સ રદ થઈ હતી અને અંદાજે 15 લાખ મુસાફરો પ્રભાવિત થયા હતા. આ સમસ્યાની શરૂઆત શિકાગોના ઓ'હેર અને મિડવે એરપોર્ટ પરથી થઈ હતી. અહીં એર ટ્રાફિક કંટ્રોલની કમ્યુનિકેશન સિસ્ટમમાં ખામી સર્જાતાં ફ્લાઈટ્સની કામગીરી અટકાવવી પડી હતી. ત્યારબાદ સમસ્યા અન્ય એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરો સુધી પહોંચતાં સમગ્ર અમેરિકામાં ગ્રાઉન્ડ સ્ટોપ લાગુ કરવામાં આવ્યો હતો.

એરલાઇન્સની સેવાઓ પર અસર

શુક્રવારની રાત્રે ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો અને કેટલીક એરલાઇન્સે પોતાની સેવાઓ ફરી શરૂ કરી હતી. જોકે, શનિવારે પણ ફ્લાઈટ્સ રદ થવા અને વિલંબની સમસ્યા યથાવત્ રહી હતી.ડેલ્ટા એરલાઇન્સે પોતાની નિર્ધારિત ફ્લાઈટ્સ ફરી શરૂ કરી હતી અને મુસાફરોને લેટેસ્ટ માહિતી માટે એપ તથા વેબસાઇટ ચેક કરવાની સલાહ આપી હતી. યુનાઇટેડ એરલાઇન્સે પણ સેવાઓ પુનઃસ્થાપિત કરવાની શરૂઆત કરી હતી.

જોકે વિલંબની શક્યતા વ્યક્ત કરી હતી. ફ્રન્ટિયર એરલાઇન્સે કામગીરી સામાન્ય બનાવવા પ્રયાસો હાથ ધર્યા હતા. બીજી તરફ, જેટબ્લૂ એરવેઝે શુક્રવારની બાકીની ફ્લાઈટ્સ રદ કરી હતી અને શનિવારે પણ અસર રહેવાની શક્યતા જણાવી હતી.

સાયબર એટેક નહીં, ટેકનિકલ ખામીની આશંકા

અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી મંત્રી માર્કવેન મુલિને સ્પષ્ટતા કરી હતી કે પ્રાથમિક તપાસમાં સાયબર હુમલાના કોઈ સંકેત મળ્યા નથી. વ્હાઇટ હાઉસમાં યોજાયેલી પ્રેસ બ્રીફિંગ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે કમ્યુનિકેશન સિસ્ટમમાં ટેલિકમ્યુનિકેશન સંબંધિત ટેકનિકલ ખામી સર્જાઈ હોવાની શક્યતા છે. જોકે, ખામીનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલુ છે. અમેરિકાના પરિવહન મંત્રી સીન ડફીએ એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમને આધુનિક બનાવવા માટે 50 અબજ ડોલરની જરૂરિયાત દર્શાવી હતી.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ સિસ્ટમના આધુનિકીકરણ માટે કોંગ્રેસ પાસેથી 30 અબજ ડોલરની માગ કરી છે. ગયા વર્ષે કોંગ્રેસે આ માટે 12.5 અબજ ડોલર મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે 11 સપ્ટેમ્બર 2001ના આતંકવાદી હુમલા બાદ અમેરિકામાં દેશવ્યાપી ફ્લાઈટ્સ રોકવાની આ બીજી મોટી ઘટના હોવાનું જણાવવામાં આવ્યું છે. જાન્યુઆરી 2023માં FAAની કમ્પ્યુટર સિસ્ટમમાં ખામી સર્જાતાં પણ હવાઈ સેવા ખોરવાઈ હતી.

આ પણ વાંચો : Gujarat Latest News Live : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 5 લાખ પુસ્તકો, RFID સિસ્ટમ સાથેના ડિજિટલ ગ્રંથાલયના લાભથી વિદ્યાર્થીઓ વંચિત