Get News Alerts

Never miss breaking news updates.

PM Modi 25 Years Public Service: PM મોદીની બૂથ કાર્યકરથી પ્રધાનમંત્રી સુધીની સફર ભાજપની કાર્ય સંસ્કૃતિનું પ્રતીક છે: CM ભૂપેન્દ્ર પટેલ

PM Modi 25 Years Public Service: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત ભાજપ દ્વારા એક મહિના સુધી ચાલનારા ‘સેવા સંકલ્પ અભિયાન’ની જાહેરાત કરવામાં આવી છે....
R Gajjar
R GajjarUpdated on: 10 Sep 2026 09:30 PM IST
PM Modi 25 Years Public Service: PM મોદીની બૂથ કાર્યકરથી પ્રધાનમંત્રી સુધીની સફર ભાજપની કાર્ય સંસ્કૃતિનું પ્રતીક છે: CM ભૂપેન્દ્ર પટેલPM Modi 25 Years Public Service: PM મોદીની બૂથ કાર્યકરથી પ્રધાનમંત્રી સુધીની સફર ભાજપની કાર્ય સંસ્કૃતિનું પ્રતીક છે: CM ભૂપેન્દ્ર પટેલ

PM Modi 25 Years Public Service

PM Modi 25 Years Public Service: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત ભાજપ દ્વારા એક મહિના સુધી ચાલનારા ‘સેવા સંકલ્પ અભિયાન’ની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM મોદીની રાજકીય સફરને ભાજપની કાર્યકર્તા કેન્દ્રિત કાર્યસંસ્કૃતિનું ઉદાહરણ ગણાવ્યું હતું.

CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, એક સામાન્ય કાર્યકર્તાથી દેશના વડાપ્રધાન સુધીની PM મોદીની સફર માત્ર રાજકીય કારકિર્દી નથી, પરંતુ જનસેવા અને રાષ્ટ્રસેવા પ્રત્યેની અવિરત પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે ભાજપમાં કાર્યકર્તા કેન્દ્રિત કાર્યસંસ્કૃતિના કારણે એક સામાન્ય કાર્યકર્તા પણ દેશના વડાપ્રધાન બની શકે છે અને નરેન્દ્ર મોદી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

પીએમ નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો, જ્યારે મે 2014માં તેઓ દેશના વડાપ્રધાન બન્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ભૂકંપ બાદ કચ્છના પુનર્નિર્માણ, કચ્છ રણોત્સવ, વાઇબ્રન્ટ ગુજરાત, જ્યોતિગ્રામ યોજના, કન્યા કેળવણી અભિયાન અને જળ સંરક્ષણ જેવા કાર્યક્રમોનો CM ભૂપેન્દ્ર પટેલે ઉલ્લેખ કર્યો હતો.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે PM મોદીના શાસન મોડેલમાં ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ પર ભાર રહ્યો છે. જનધન યોજના, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના, ડિજિટલ પેમેન્ટ અને UPI જેવી પહેલોથી સામાન્ય નાગરિક સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચ્યા હોવાનો તેમણે દાવો કર્યો હતો. ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે 7 ઓક્ટોબરે PM મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાહેર પદ સંભાળ્યાને 25 વર્ષ પૂર્ણ થશે. તેમણે PM મોદીની સફરને ‘એક કાર્યકર્તાથી પ્રધાન સેવક સુધી, જનસેવાથી રાષ્ટ્રસેવા સુધી અને સંકલ્પથી સિદ્ધિ સુધી’ની યાત્રા ગણાવી હતી.

17 સપ્ટેમ્બરથી ‘સેવા સંકલ્પ અભિયાન’

ભાજપ દ્વારા 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ ચલાવવામાં આવશે. અભિયાનની શરૂઆત 17 સપ્ટેમ્બરે ‘સેવા દિવસ’ અંતર્ગત રક્તદાન શિબિરો સાથે થશે.

આ ઉપરાંત સાંજે 7 વાગ્યે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાશે. દરેક બૂથ પર વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ અને તેમના પરિવારજનો PM મોદીની 25 વર્ષની જનસેવા બદલ આભાર વ્યક્ત કરવા માટે દીવા પ્રગટાવશે. ભાજપના જણાવ્યા અનુસાર, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ PM મોદીની 25 વર્ષની જનસેવા, સમર્પણ અને સેવા ભાવનાને લોકો સુધી પહોંચાડવાનો તેમજ સેવા ભાવનાને જનઆંદોલનનું સ્વરૂપ આપવાનો છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]