Visavadar Bypass Road: વિસાવદર બાયપાસ રોડ માટે રૂ.20 કરોડ મંજૂર, CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય



Visavadar Bypass Road
Visavadar Bypass Road: વિસાવદર બાયપાસ રોડ માટે રૂ.20 કરોડ મંજૂર, CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય



Visavadar Bypass Road
Visavadar Bypass Road: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેરના ટ્રાફિક ભારણને હળવું કરવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વિસાવદર શહેર ફરતે બાયપાસ રોડ બનાવવાની કામગીરીના પ્રથમ તબક્કાની બાંધકામ પહેલાની પ્રવૃત્તિઓ માટે રૂ.20 કરોડની મંજૂરી આપવામાં આવી છે.
બગસરા-જેતપુર હાઇવેને સતાધાર-સાસણગીર હાઇવે સાથે જોડાશે
વિસાવદર શહેર ફરતે બાયપાસ રોડ બનાવવાની યોજના અંતર્ગત બગસરા-જેતપુર સ્ટેટ હાઇવેથી વિસાવદર, સતાધાર અને સાસણગીર સ્ટેટ હાઇવે સુધી બાયપાસ રોડ બનાવવામાં આવશે. આ માટે પ્રથમ તબક્કે જરૂરી બાંધકામ પહેલાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ રકમનો ઉપયોગ જમીન સંપાદન, યુટિલિટી શિફ્ટિંગ, ડીપીઆર સહિતની કામગીરી માટે કરવામાં આવશે.
સ્થાનિકોની રજૂઆત બાદ CMનો ત્વરિત નિર્ણય
વિસાવદરના બાયપાસ રોડના નિર્માણ માટે સ્થાનિક પદાધિકારીઓ અને નગરજનોએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતનો ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપીને માર્ગ અને મકાન વિભાગને રૂ.20 કરોડની મંજૂરી આપી છે.
શહેરમાં ટ્રાફિક ભારણ ઘટાડવામાં મદદ મળશે
વિસાવદરની આસપાસ સતાધાર યાત્રાધામ, સાસણગીર ફોરેસ્ટ, કનકેશ્વરી મંદિર તેમજ રામપરા અને સરસઈ સહિતના અનેક ધાર્મિક અને પ્રવાસન સ્થળો આવેલા છે. આ સ્થળોએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવતા હોય છે. આ ઉપરાંત અમરેલીથી સોમનાથ જતો મુખ્ય માર્ગ તેમજ બગસરા, જેતપુર, ધારી, સાવરકુંડલા, વિસાવદર-સતાધાર અને જૂનાગઢ-મેંદરડા-કેશોદ તરફના સ્ટેટ હાઇવે પણ વિસાવદરમાંથી પસાર થાય છે. જેના કારણે શહેરમાં ટ્રાફિકનું ભારણ રહે છે. બાયપાસ રોડ બનવાથી શહેરમાંથી પસાર થતા ટ્રાફિકને વૈકલ્પિક માર્ગ મળી શકશે અને વિસાવદર શહેરના ટ્રાફિક ભારણને હળવું કરવામાં મદદ મળશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



