Surat Crime Branch Firing: સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, 35થી વધુ ગુનામાં વોન્ટેડ બારકુ પર ફાયરિંગ



Surat Crime Branch Firing
Surat Crime Branch Firing: સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, 35થી વધુ ગુનામાં વોન્ટેડ બારકુ પર ફાયરિંગ



Surat Crime Branch Firing
Surat Crime Branch Firing: સચિન GIDC વિસ્તારમાં બુડિયા ગામના નાકા પાસે સુરત ક્રાઈમ બ્રાન્ચે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. 35થી વધુ ગંભીર અને હિંસક ગુનાઓમાં વોન્ટેડ એવા જયેશ ઉર્ફે બારકુ પાટીલને ઝડપી પાડવા માટે પોલીસે ઘેરાબંધી કરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરતા તેણે પોલીસથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે તેના પગના ભાગે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનામાં જયેશ ઉર્ફે બારકુ પાટીલ ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 35થી વધુ ગંભીર અને હિંસક ગુનાઓમાં વોન્ટેડ ગણાતા આ આરોપી સામેની ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી બાદ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



