Get News Alerts

Never miss breaking news updates.

Gandhinagar : ગુજરાતમાં રોડ-બાંધકામને ગતિ આપવા મોટો નિર્ણય, ટેન્ડર મંજૂરી હવે 51 થી 66 દિવસમાં પૂર્ણ કરવા મુખ્યમંત્રીનો આદેશ

Gandhinagar : ગુજરાતમાં રસ્તા, પુલ અને સરકારી મકાનો સહિતના બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને વધુ ઝડપ આપવા રાજ્ય સરકારે ટેન્ડર મંજૂરી પ્રક્રિયાને સમયબદ્ધ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 20 Sep 2026 12:20 PM IST
Gandhinagar : ગુજરાતમાં રોડ-બાંધકામને ગતિ આપવા મોટો નિર્ણય, ટેન્ડર મંજૂરી હવે 51 થી 66 દિવસમાં  પૂર્ણ કરવા મુખ્યમંત્રીનો આદેશGandhinagar : ગુજરાતમાં રોડ-બાંધકામને ગતિ આપવા મોટો નિર્ણય, ટેન્ડર મંજૂરી હવે 51 થી 66 દિવસમાં  પૂર્ણ કરવા મુખ્યમંત્રીનો આદેશ

Gandhinagar

Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસના કામો શરૂ કરવામાં વહીવટી પ્રક્રિયાને કારણે બિનજરૂરી વિલંબ ન થાય તે માટે વિવિધ સ્તરે મહત્તમ સમયમર્યાદા નક્કી કરી છે. નવા નિર્ણય મુજબ, ટેન્ડર મંજૂરીની સમગ્ર પ્રક્રિયા મહત્તમ 51થી 66 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે.

જે ટેન્ડરોમાં પૂર્વ લાયકાતની જોગવાઈ નથી અને માત્ર ફાઇનાન્શિયલ બિડ હોય છે, તેવા ટેન્ડરોની પ્રક્રિયા ક્ષેત્રિય કચેરીથી લઈને સચિવાલય અને નાણા વિભાગ સુધી મહત્તમ 51 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે.

રસ્તા, પુલ અને સરકારી મકાનોના કામોને ગતિ

જ્યારે ઇજારદારોની પૂર્વ લાયકાતની જોગવાઈ ધરાવતા અને ટેક્નિકલ તથા ફાઇનાન્શિયલ એમ બે બિડવાળા ટેન્ડરો માટે તમામ સ્તરે ચકાસણી સહિતની સમગ્ર પ્રક્રિયા મહત્તમ 66 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. આ ઉપરાંત ટેન્ડરની Validityનો ગાળો પણ 120 દિવસથી ઘટાડીને 90 દિવસ કરવામાં આવ્યો છે. તેનો હેતુ ટેન્ડર પ્રક્રિયાને લાંબી ખેંચાતી અટકાવીને કામોની મંજૂરી અને શરૂઆત ઝડપથી થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

સરકારે ટેન્ડર પ્રક્રિયામાં થતી વાટાઘાટ એટલે કે Negotiation અંગે પણ સૂચનાઓ આપી છે. નિયમ મુજબ બહોળી પ્રસિદ્ધિ બાદ એકથી વધુ ટેન્ડર મળ્યા હોય તેવા કિસ્સામાં અનિવાર્ય સંજોગો સિવાય Negotiation ટાળવાનું રહેશે. જો વાટાઘાટ જરૂરી બને તો તે માત્ર એક જ સ્તરે સક્ષમ સત્તાધિકારીની કક્ષાએ પૂર્ણ કરવાની રહેશે.

ટેન્ડર પ્રક્રિયામાં કડક સમયમર્યાદા

નિર્ધારિત સમયમર્યાદામાં દરખાસ્તનો નિકાલ ન થાય તો વિલંબના કારણોની નોંધ કરવામાં આવશે અને સંબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવશે. સાથે જ અધૂરી દરખાસ્તના કારણે થયેલા વિલંબની જવાબદારી જે કક્ષાએથી દરખાસ્ત રજૂ કરવામાં આવી હોય તેની રહેશે. ગુજરાત સરકારની ઈ-પ્રોક્યોરમેન્ટ વ્યવસ્થા વિવિધ સરકારી વિભાગોના ટેન્ડરોને ઓનલાઈન ઉપલબ્ધ કરાવે છે અને પારદર્શક પ્રક્રિયા માટે તેનો ઉપયોગ થાય છે.

સરકારના જણાવ્યા અનુસાર, આ નવા સમયબદ્ધ અભિગમથી રસ્તા, પુલ અને સરકારી ઇમારતો જેવા પાયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની મંજૂરી પ્રક્રિયા ઝડપી બનશે. પરિણામે કામો નિયત સમયમર્યાદામાં શરૂ કરવાની પ્રક્રિયાને વેગ મળી શકે છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ વહીવટી વિલંબ ઘટાડવો, જવાબદારી નક્કી કરવી અને વિકાસના કામોને સમયસર આગળ વધારવાનો છે. રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામો માટે ટેન્ડર પ્રક્રિયા મહત્વપૂર્ણ તબક્કો હોવાથી તેમાં સમયમર્યાદા નક્કી કરવાથી પ્રોજેક્ટ અમલીકરણના સમયપત્રક પર પણ અસર પડી શકે છે.

આ પણ વાંચો : Mumbai Accident : મુંબઈ કોસ્ટલ રોડ પર BMW કારનો ભયાનક અકસ્માત, 3નાં મોત, એકની હાલત ગંભીર

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે