Get News Alerts

Never miss breaking news updates.

Mumbai Accident : મુંબઈ કોસ્ટલ રોડ પર BMW કારનો ભયાનક અકસ્માત, 3નાં મોત, એકની હાલત ગંભીર

Mumbai Accident : મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારની વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો.
Vivek Shah
Vivek ShahUpdated on: 20 Sep 2026 12:01 PM IST
Mumbai Accident : મુંબઈ કોસ્ટલ રોડ પર BMW કારનો ભયાનક અકસ્માત, 3નાં મોત, એકની હાલત ગંભીરMumbai Accident : મુંબઈ કોસ્ટલ રોડ પર BMW કારનો ભયાનક અકસ્માત, 3નાં મોત, એકની હાલત ગંભીર

Mumbai Accident

Mumbai Accident : મરીન ડ્રાઈવથી હાજી અલી તરફ જવાના કોસ્ટલ રોડ પર લાલા કોલેજ સામે લોટસ જેટ્ટી નજીક એક ઝડપી BMW કાર અકસ્માતનો ભોગ બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કાર વધુ ઝડપમાં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે.

અકસ્મતમાં BMW કાર બ્રિજ પરથી નીચે ખાબકી હતી. કારમાં કુલ ચાર લોકો સવાર હોવાની માહિતી સામે આવી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો

કોસ્ટલ રોડ કંટ્રોલ રૂમને અકસ્માતની માહિતી 20 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે આશરે 5:20 વાગ્યે મળી હતી. માહિતી મળતા જ સંબંધિત ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્મતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે મુંબઈની નાયર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર પાસેથી મળેલી માહિતી મુજબ, આશરે 20 વર્ષના એક અજાણ્યા યુવકને ટ્રોમા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.

તેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. અકસ્મતાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. બ્રિજ પરથી નીચે પડેલી BMWને લઈને પણ રેસ્ક્યૂ અને વાહન હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ અકસ્માતમાં 3ના મોત

પ્રાથમિક માહિતીમાં અકસ્માતનું કારણ વધુ ઝડપ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જોકે અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. કારની ગતિ, રસ્તાની સ્થિતિ અને અકસ્માત પહેલાંની પરિસ્થિતિ સહિતના પાસાઓની તપાસ કરવામાં આવી શકે છે. મુંબઈનો કોસ્ટલ રોડ શહેરના મહત્વપૂર્ણ માર્ગોમાંનો એક છે અને વહેલી સવારે પણ અહીં વાહનોની અવરજવર રહે છે.

આવા વ્યસ્ત માર્ગ પર સર્જાયેલા અકસ્માતે ફરી એકવાર વાહન ચલાવતી વખતે ઝડપ અને સલામતીના નિયમોનું પાલન કરવાની જરૂરિયાત સામે લાવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બીજી તરફ, ગંભીર રીતે ઘાયલ થયેલા 20 વર્ષીય યુવકની સારવાર ચાલી રહી છે. તેની સ્થિતિ અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. મુંબઈ કોસ્ટલ રોડ પર બનેલી આ દુર્ઘટનાએ વહેલી સવારના સમયે જ ચકચાર મચાવી દીધી છે. પોલીસ હવે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને અકસ્માતની ચોક્કસ પરિસ્થિતિ અંગે વધુ વિગતો તપાસ બાદ સામે આવી શકે છે.

આ પણ વાંચો : Ahmedabad NCC કેડેટ્સને મળી ખાસ પ્રેરણા, બ્લેક કેટ કમાન્ડોનો જબરદસ્ત એકશન ડેમો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે