Get News Alerts

Never miss breaking news updates.

Gandhinagarમાં હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- ‘સમાજના નામે ભાગલા કરનારાઓથી દૂર રહેજો’

Harsh Sanghavi Congress Attack: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા લોકોને સમાજના નામે ભાગલા પાડનારા અને સોશિયલ મીડિયામાં માત્ર બૂમબરાડા કરીને ચર્ચામાં રહેવાનો પ્રયાસ કરનારાઓથી સાવચેત રહેવા...
R Gajjar
R GajjarUpdated on: 08 Oct 2026 07:49 PM IST
Gandhinagarમાં હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- ‘સમાજના નામે ભાગલા કરનારાઓથી દૂર રહેજો’Gandhinagarમાં હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- ‘સમાજના નામે ભાગલા કરનારાઓથી દૂર રહેજો’

Harsh Sanghavi Congress Attack

Harsh Sanghavi Congress Attack: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા લોકોને સમાજના નામે ભાગલા પાડનારા અને સોશિયલ મીડિયામાં માત્ર બૂમબરાડા કરીને ચર્ચામાં રહેવાનો પ્રયાસ કરનારાઓથી સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે લોકોને આવા તત્વોને ઓળખી લેવા પણ જણાવ્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સમાજના નામે લોકોને વિભાજિત કરનારાઓથી દૂર રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો માત્ર બૂમબરાડા કરીને અને સોશિયલ મીડિયા પર ચમકીને પોતાનું રાજકારણ ચલાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે આવા લોકોને ઓળખી લેવાની જરૂર છે.

ગેનીબેનના નિવેદનને લઈને હર્ષ સંઘવીનો કોંગ્રેસને જવાબ

કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના પોલીસને લઈને કરવામાં આવેલા નિવેદન અંગે પણ હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે આક્ષેપ કર્યો કે ગેનીબેન જ્યારે સાંસદ બન્યા હતા ત્યારે પણ તેમણે પોલીસ પર આક્ષેપો કર્યા હતા. હર્ષ સંઘવીએ કોંગ્રેસની કાર્યશૈલી પર કટાક્ષ કરતાં કહ્યું કે કોંગ્રેસની આદત છે કે સવારે પોલીસ પર આરોપ લગાવવામાં આવે અને ત્યારબાદ એ જ મુદ્દો આખો દિવસ ચાલતો રહે.

‘રિઝલ્ટના દિવસે EVMનો આરોપ લગાવશે’

હર્ષ સંઘવીએ ચૂંટણી પરિણામોને લઈને પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પરિણામના દિવસે કોંગ્રેસ તરફથી EVM અંગેના આક્ષેપો કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા વધુમાં કહ્યું કે સમાજમાં વિભાજન ઊભું કરનારા અને સોશિયલ મીડિયામાં માત્ર દેખાવ કરીને રાજકીય ચર્ચામાં રહેવા માંગતા લોકોને જનતાએ ઓળખી લેવાની જરૂર છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]