Gujarat Police Recruitment 2026 : ગુજરાત પોલીસમાં વર્ગ-3ની 3000 જગ્યાઓ પર કરાશે સીધી ભરતી, 26 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરવાની થશે શરૂઆત

Gujarat Police Recruitment 2026 : ગુજરાત પોલીસમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે મોટી તક સામે આવી છે.
Vivek Shah
Vivek Shah
Gujarat Police Recruitment 2026 ગુજરાત પોલીસમાં થશે સીધી ભરતીGujarat Police Recruitment 2026 ગુજરાત પોલીસમાં થશે સીધી ભરતી

Gujarat Police Recruitment 2026 ગુજરાત પોલીસમાં થશે સીધી ભરતી

Gujarat Police Recruitment 2026 : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ-3ની લોકરક્ષક કેડર અને ટેકનિકલ કેડરમાં વિવિધ સંવર્ગની કુલ 3,000 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં લોકરક્ષક કેડરની 2,841 જગ્યાઓનો સમાવેશ થાય છે.

ઉમેદવારો 26 નવેમ્બર, 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન અરજી કરી શકશે. લોકરક્ષક કેડરમાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ (UPC)ની 1,000 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (APC)ની 1,000 જગ્યાઓ અને SRPF હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 841 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતીથી પોલીસ દળમાં જોડાવા ઇચ્છતા યુવાનોને મોટી તક મળશે.

ટેકનિકલ કેડરમાં પણ ભરતી

લોકરક્ષક ઉપરાંત ટેકનિકલ કેડરમાં હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક ગ્રેડ-2ની 133 જગ્યાઓ અને મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ-2ની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. ટેકનિકલ કેડરની જગ્યાઓ માટે ઉમેદવારોએ ધોરણ-12ની લાયકાત ઉપરાંત મોટર મિકેનિક વ્હીકલ ટ્રેડનું સર્ટિફિકેટ અને સંબંધિત એપ્રેન્ટિસશિપની લાયકાત ધરાવવી જરૂરી રહેશે.

લોકરક્ષક કેડરની ભરતી માટે માન્ય બોર્ડમાંથી ધોરણ-12 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે. જોકે, ઉમેદવારોએ અરજી કરતા પહેલાં સત્તાવાર ભરતી જાહેરાતમાં દર્શાવેલી વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, શારીરિક માપદંડ અને પસંદગી પ્રક્રિયાની વિગતો તપાસવી જરૂરી રહેશે.

21 દિવસ સુધી અરજી કરી શકાશે

ઓનલાઈન અરજી પ્રક્રિયા 26 નવેમ્બર, 2026ના રોજ બપોરે 2 વાગ્યે શરૂ થશે અને 16 ડિસેમ્બર, 2026ના રોજ પૂર્ણ થશે. ઉમેદવારો OJASની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જઈ અરજી કરી શકશે. ભરતી અંગેની વિગતવાર માહિતી, સૂચનાઓ અને અપડેટ્સ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ https://gprb.gujarat.gov.in પર ઉપલબ્ધ રહેશે.

આ ભરતીની જાહેરાતથી ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા હજારો યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોએ છેલ્લી તારીખની રાહ જોયા વગર જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા અને સત્તાવાર સૂચનાઓ મુજબ અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી.

આ પણ વાંચો : Gujarat Homestay Policy : ગુજરાતમાં હોમસ્ટે વ્યવસાય બન્યો વધુ સરળ, રૂમની મર્યાદા 6 થી વધારી 9 કરાઈ