Get News Alerts

Never miss breaking news updates.

Gujarat માં ગુટખા-પાન મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાયો, નિયમો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે?

Gujarat માં ગુટખા અને પાન મસાલાના સેવનને લઈને રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 31 Aug 2026 03:15 PM IST
Gujarat માં ગુટખા-પાન મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાયો, નિયમો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે?Gujarat માં ગુટખા-પાન મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાયો, નિયમો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે?

Gujarat Gutkha

Gujarat : રાજ્યભરમાં તમાકુ અથવા નિકોટીન ધરાવતા ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધનો અમલ આગામી 13 સપ્ટેમ્બર 2026થી થશે અને 12 સપ્ટેમ્બર 2027 સુધી રહેશે.

કમિશનર ઓફ ફૂડ સેફ્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. ગુજરાતમાં વર્ષ 2012થી તમાકુ અને નિકોટીનયુક્ત ગુટખા તથા પાન મસાલા સામે પ્રતિબંધનો અમલ કરવામાં આવી રહ્યો છે. નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધને સતત લંબાવવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં ગુટખા પર પ્રતિબંધ

સરકારી યાદીમાં ગુટખા અને પાન મસાલાના સેવનથી થતા સ્વાસ્થ્ય સંબંધિત જોખમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને ‘હેમર’ના સંશોધનોને ટાંકીને જણાવાયું છે કે ગુટખા તેમજ પાન મસાલાનું સેવન કેન્સરકારક બની શકે છે અને ખાસ કરીને મોઢાના કેન્સરનું જોખમ વધારી શકે છે. આ પ્રતિબંધ માત્ર ગુટખા કે પાન મસાલાના તૈયાર પેકેટ સુધી મર્યાદિત નથી.

કોઈપણ નામથી ઓળખાતા તમાકુ અથવા નિકોટીનયુક્ત ગુટખા અને પાન મસાલા પર આ પ્રતિબંધ લાગુ પડશે. ઉપરાંત, અલગ-અલગ રીતે વેચાતા એવા ઘટકો કે જેને ભેળવીને અંતિમ ઉત્પાદન તરીકે ગુટખા અથવા પાન મસાલા તૈયાર કરી શકાય, તેના પર પણ પ્રતિબંધ લાગુ રહેશે.

રાજ્ય સરકારના આ નિર્ણયનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

એટલે ઉત્પાદનથી લઈને સંગ્રહ, વિતરણ અને વેચાણ સુધીની સમગ્ર પ્રક્રિયા પર પ્રતિબંધનો અમલ રહેશે. યાદીમાં ‘ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે’ના અહેવાલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ દેશમાં પુખ્ત વયના લોકોમાં તમાકુના સેવનનું પ્રમાણ નોંધપાત્ર છે અને તેમાં ધુમાડા વગરના તમાકુનો ઉપયોગ કરનારા લોકોનો પણ મોટો હિસ્સો છે.

વિવિધ બિન-સરકારી સંસ્થાઓની રજૂઆતો તેમજ નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ગુટખા અને પાન મસાલા પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. હવે 13 સપ્ટેમ્બર 2026થી 12 સપ્ટેમ્બર 2027 સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે.

આ પણ વાંચો : Amreli : વાવણી બાદ વરસાદ ગાયબ, ધારીના ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.