Gujarat FDCA Raids : અમદાવાદના નાંદેજમાં FDCAના દરોડા, મેડિકલ ડિવાઇસ બનાવતી કંપની તપાસના ઘેરામાં


Gujarat FDCA Raids અમદાવાદના નાંદેજમાં FDCAના દરોડા
Gujarat FDCA Raids : અમદાવાદના નાંદેજમાં FDCAના દરોડા, મેડિકલ ડિવાઇસ બનાવતી કંપની તપાસના ઘેરામાં


Gujarat FDCA Raids અમદાવાદના નાંદેજમાં FDCAના દરોડા
Gujarat FDCA Raids : અમદાવાદ ગ્રામ્યના નાંદેજ ગામમાં આવેલી 'કાર્ડિયો બિટ ટેક્નોલોજીસ્ટ' નામની કંપની ખાતે દરોડા પાડીને મેડિકલ ડિવાઇસ અને ઉત્પાદન માટે વપરાતી મશીનરી સહિત અંદાજે રૂ.14.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાને પગલે FDCAની ટીમે આ કાર્યવાહી કરી હતી.
મેડિકલ ડિવાઇસના ઉત્પાદન અને વેચાણ અંગે મળેલી માહિતીના આધારે નાંદેજ ખાતે આવેલા એકમની તપાસ હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી ઓક્સિજન માસ્ક, યુરિન કેથેટર બેગ, ડ્રેનેજ સિસ્ટમ બેગ સહિત વિવિધ પ્રકારનાં મેડિકલ ડિવાઇસ મળી આવ્યાં હતાં. આ ઉપરાંત મેડિકલ ડિવાઇસના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી પેકિંગ, પ્રિન્ટિંગ અને સીલિંગ મશીનરી પણ મળી આવી હતી.
લાઇસન્સ અને દસ્તાવેજોની તપાસ શરૂ
FDCA દ્વારા મેડિકલ ડિવાઇસ અને ઉત્પાદન સંબંધિત મશીનરી સહિત અંદાજે રૂ.14.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી મેડિકલ ડિવાઇસ રૂલ્સ-2017 હેઠળ MD-35 ફોર્મ મારફતે હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. દરોડા બાદ FDCA દ્વારા એકમમાં મેડિકલ ડિવાઇસના ઉત્પાદન માટે જરૂરી લાઇસન્સ છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ ઉત્પાદકની વિગતો, ઉત્પાદન પ્રક્રિયા અને સંબંધિત દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
તપાસનો મુખ્ય હેતુ એકમમાં તૈયાર કરવામાં આવતાં મેડિકલ ડિવાઇસનું ઉત્પાદન નિયમો મુજબ થતું હતું કે નહીં અને તેના વેચાણ માટે જરૂરી મંજૂરીઓ લેવામાં આવી હતી કે નહીં તે જાણવાનો છે.
નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી ચાલુ રહેશે
FDCA દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મેડિકલ ડિવાઇસના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણમાં નિર્ધારિત નિયમોનું પાલન કરવું જરૂરી છે. દર્દીઓના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવા એકમો પર તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. હાલ નાંદેજની 'કાર્ડિયો બિટ ટેક્નોલોજીસ્ટ' ખાતે મળેલા મેડિકલ ડિવાઇસ, મશીનરી અને દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. તપાસમાં જે વિગતો સામે આવશે તેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.




