Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં, ચાર વિભાગની કામગીરીની કરી સમીક્ષા

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં શિક્ષણ, આરોગ્ય, ગૃહ અને સામાન્ય વહીવટ વિભાગની બજેટલક્ષી કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું.
Kunjan Shukal
Kunjan Shukal
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાંમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં

Gandhinagar News: ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોની બજેટલક્ષી કામગીરીની સમીક્ષા માટે બેઠકોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત મુખ્યમંત્રીએ શિક્ષણ, આરોગ્ય, ગૃહ અને સામાન્ય વહીવટ વિભાગની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. વિભાગોએ બજેટમાં નિર્ધારિત કરેલા લક્ષ્યાંકો સામે અત્યાર સુધી કેટલી પ્રગતિ કરી છે તેનો હિસાબ પણ મેળવવામાં આવ્યો હતો.

બેઠકમાં વરિષ્ઠ સચિવો અને વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા

મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં ચાર મહત્વપૂર્ણ વિભાગોના વરિષ્ઠ સચિવો અને વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન દરેક વિભાગ દ્વારા બજેટમાં ફાળવવામાં આવેલી જોગવાઈઓ, નક્કી કરવામાં આવેલા લક્ષ્યાંકો અને અત્યાર સુધી થયેલી કામગીરી અંગે રજૂઆત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ ખાસ કરીને શિક્ષણ વિભાગની કામગીરી, આરોગ્ય સેવાઓની સ્થિતિ, ગૃહ વિભાગની કામગીરી અને સામાન્ય વહીવટ વિભાગની પ્રગતિ અંગે વિગતો મેળવી હતી. બજેટમાં નક્કી કરાયેલા લક્ષ્યાંકો સમયમર્યાદામાં પૂર્ણ થાય અને સરકારી યોજનાઓનો લાભ નાગરિકો સુધી અસરકારક રીતે પહોંચે તે દિશામાં કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું

આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ, મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ચારેય વિભાગોની કામગીરીનો અહેવાલ મેળવ્યા બાદ મુખ્યમંત્રીએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ વિભાગીય કામગીરીમાં વધુ કાર્યક્ષમતા લાવવા અને બજેટલક્ષી લક્ષ્યાંકોની સમયસર પૂર્તિ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ સમીક્ષા બેઠકો આગામી સમયમાં અન્ય વિભાગોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે. હવે સરકારી વિભાગોની કામગીરી અને બજેટના અમલીકરણ પર મુખ્યમંત્રીની સીધી નજર રહેશે.

આ પણ વાંચો: Gandhinagar News: કોંગ્રેસે અનેક વખત સંવિધાનની હત્યા કરી: ડોક્ટર અનિલ પટેલ