Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગરમાં શુક્રવારે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, ઓછા વરસાદવાળા વિસ્તારોની સ્થિતિ પર થશે મંથન

Gujarat Cabinet Meeting: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શુક્રવારે ગાંધીનગરમાં રાજ્ય કેબિનેટની બેઠક યોજાશે. બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે. ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સર્જાયેલી...
R Gajjar
R GajjarUpdated on: 08 Oct 2026 07:55 PM IST
ગાંધીનગરમાં શુક્રવારે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, ઓછા વરસાદવાળા વિસ્તારોની સ્થિતિ પર થશે મંથનગાંધીનગરમાં શુક્રવારે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, ઓછા વરસાદવાળા વિસ્તારોની સ્થિતિ પર થશે મંથન

Gujarat Cabinet Meeting

Gujarat Cabinet Meeting: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શુક્રવારે ગાંધીનગરમાં રાજ્ય કેબિનેટની બેઠક યોજાશે. બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે. ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સર્જાયેલી સ્થિતિને લઈને સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે ચર્ચા થવાની શક્યતા છે. કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના શાસનકાળની પૂર્ણાહુતિના સંદર્ભમાં આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં ઓછા વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવશે.

પીવાના પાણી અને ઘાસચારાની વ્યવસ્થા પર ચર્ચા

ઓછા વરસાદવાળા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી મળી રહે તેમજ પશુઓ માટે પૂરતો ઘાસચારો ઉપલબ્ધ થાય તે અંગે બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે. સરકાર દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી વ્યવસ્થા અને આગામી દિવસોમાં જરૂરી પગલાં અંગે પણ મંથન થઈ શકે છે.

ખેડૂતોની સ્થિતિ અને અછત જાહેર કરવાની માંગ પર નજર

કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કૃષિ વાવેતરની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ઓછા વરસાદના કારણે ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓ અને ખેડૂતો દ્વારા કરવામાં આવેલી વિવિધ માંગણીઓની સમીક્ષા થશે. ખાસ કરીને ઓછા વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માંગ અંગે પણ સરકાર દ્વારા ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે.

આગામી તહેવારોની તૈયારીઓ અંગે પણ ચર્ચા

આગામી તહેવારો દરમિયાન રાજ્યમાં યોજાનારા વિવિધ કાર્યક્રમો અને વ્યવસ્થાઓ અંગે પણ કેબિનેટમાં ચર્ચા થશે. તહેવારોના સમયગાળા દરમિયાન અનાજ વિતરણની વ્યવસ્થા સુચારૂ રહે તે અંગે પણ મંથન કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારના આગામી આયોજનો, વિકાસલક્ષી કામગીરી અને વિવિધ નીતિગત મુદ્દાઓ પર પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]