ગુજરાત ભાજપની સંગઠનાત્મક બેઠકો યોજાઈ, ‘સેવા સંકલ્પ અભિયાન’ને લઈને આગેવાનોને માર્ગદર્શન


Gujarat BJP Organizational Meeting
ગુજરાત ભાજપની સંગઠનાત્મક બેઠકો યોજાઈ, ‘સેવા સંકલ્પ અભિયાન’ને લઈને આગેવાનોને માર્ગદર્શન


Gujarat BJP Organizational Meeting
Gujarat BJP Organizational Meeting: ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે વિવિધ સંગઠનાત્મક બેઠકો યોજાઈ હતી.

બેઠકોમાં જિલ્લા તથા મહાનગરના પ્રભારીઓ તેમજ વિવિધ મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ અને પ્રભારીઓને આગામી સંગઠનાત્મક કામગીરી અને કાર્યક્રમોના આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આગામી સંગઠનની સુચારુ અને સુનિયોજિત વ્યવસ્થા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં ભાજપ દ્વારા યોજાનારા આગામી કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ખાસ કરીને 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન યોજાનારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજન અને કામગીરી અંગે ભાજપના આગેવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી સહિત પ્રદેશના મહામંત્રીઓ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




